સિંગર નીતિ મોહને દીકરાને આપ્યો જન્મ, પતિ નિહાર પંડ્યાએ પોસ્ટ શૅર કરીને આપી માહિતી

  • 7:31 am June 4, 2021

બોલિવૂડ સિંગર નીતિ મોહન અને નિહાર પંડ્યા પેરેન્ટ્‌સ બન્યા છે. બુધવાર, ૨ જૂનના રોજ નીતિએ દીકરાને જન્મ આપ્યો હતો. નિહાર પંડ્યાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી.
નિહાર પંડ્યાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારી સુંદર પત્ની મારા લિટલ બોયને એ બધું જ શીખવવાની તક આપે છે, જે મારા પિતાએ મને શીખવ્યું છે. તે રોજ મારા જીવનમાં વધુને વધુ પ્રેમ ફેલાવે છે.'

નિહારે કહ્યું હતું, 'સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ કે નીતિ તથા ન્યૂ બોર્ન બેબી બંને સ્વસ્થ તથા ઠીક છે. મુંબઈમાં વાદળ તથા વરસાદનો દિવસ અમે અમારો 'ર્જીંદ્ગ-િૈજી' જાેયો. હાથ જાેડીને મોહન તથા પંડ્યા પરિવાર ભગવાનનો આભાર માને છે. ડૉક્ટર, ફેમિલી, ફ્રેન્ડ્‌સ તથા તમામ શુભચિંતકોના પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.

નિહાર પંડ્યાની પોસ્ટ પર અનેક સેલેબ્સે શુભેચ્છા પાઠવી છે. નીતિ મોહનની બહેન શક્તિએ કમેન્ટ કરતાં કહ્યું હતું, 'હું બહુ જ ખુશ છું. નવા મમ્મી-પપ્પા તથા પૂરા પરિવારને શુભેચ્છા. હવે હું માસી બની ગઈ. હવે હું તમારા નાનકડા બાળકને બગાડવા માટે તૈયાર છું. તમામ માસી પાર્ટી માટે તૈયાર રહે.'

નીતિ મોહને આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વેડિંગ એનિવર્સરી પર નિહાર સાથેની તસવીર શૅર કરીને ગુડ ન્યૂઝ શૅર કર્યાં હતાં. તેણે કહ્યું હતું, '૧ ૧= ૩ મોમ ટૂ બી એન્ડ ડેડી ટૂ બી. આ જાહેરાત કરવા માટે બીજી વેડિંગ એનિવર્સરીથી સારો દિવસ કયો હોઈ શકે.' નીતિ તથા નિહારે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ લગ્ન કર્યાં હતાં.