કરણ અને સિદ્ધાર્થ ફરી એક સાથે કામ કરશે

  • 5:13 pm August 29, 2021

સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં એક અલગ જ અવતારમાં જાેવા મળવાનો છે. આ પહેલા તેણે કદી આવી ભૂમિકા ભજવી નથી. કહેવાય છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન પુષ્કર ઓઝા અને સાગર આમ્બ્રે કરવાના છે. આશા છે કે આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવશે. હાલ સિદ્ધાર્થ પોતાની આવનારી ફિલ્મ મિશન મજનૂમાં વ્યસ્ત છે. આ પછી તે ફરી કરણ જાેહર સાથે કામ કરવાનો છે. જાે આ વાત સાચી ઠરશે તો સિદ્ધાર્થ અને કરણની આ આઠમી ફિલ્મ સાથે હશે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થમે કરણ જાેહરની સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા અ ેકરણ જાેહરે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું હતું. હવે નવા સમાચાર એ આવ્યા છે કે, શેરશાહની સફળતા પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જાેહર ફરી સાથે કામ કરવાના છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન વધુ એક ફિલ્મ માટે સાથે કામ કરવાનું છે. આ પ્રોડકશન ગાઉસ એક એરિયલ એકશન ફિલ્મ કરવાની યોજના કરી રહ્યું છે.