૧૩ સપ્ટે. મર્હુમ બદરુદ્દીન શેખના જન્મદિવસ નિમિત્તે

  • 5:46 pm September 14, 2021

૧૩ સપ્ટે. મર્હુમ બદરુદ્દીન શેખના જન્મદિવસ નિમિત્તે તેમની યાદમાં બદરુદ્દીન શેખના જમાઈ સમીરઅહમદ શેખ (ડાયરેક્ટર, આશિયા ઈંગ્લિશ સ્કુલ) મ્યુ. કાઉન્સિલર તસ્નીમઆલમ તિરમીજી દ્વારા વિવિધ સમાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધો. ૧૦ તથા ધો. ૧૨ ના તેજસ્વી તારલાઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સફળ થનારાઓને મર્હુમ બદરુદ્દીન શેખ ટ્રોફી ઉપસ્થિત મહેમાન ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ ઈમરાન ખેડાવાલા મ્યુ. કાઉન્સિલર ઈકબાલ શેખ કોંગ્રેસ અગ્રણી એડવોકેટ ઈકબાલ શેખ તથા નઈમબેગ  મિર્ઝા સામજીક અગ્રણી ઈરફાનબાવા તથા ઝાહીદ કાદરીને હસ્તે એનાયત કરાઈ હતી. તેમજ તમામ અગ્રણીઓએ સમીરઅહમદ શેખ સાથે મર્હુમ બદરુદ્દીન શેખસાહેબની કલાપી કોમ્પલેક્ષ ખાતેની ઓફીસની મુલાકાત લીધી. મર્હુમ બદરુદ્દીન શેખ સાહેબ પોતાના જન્મદિવસે સુલતાનએહમદ યતીમખાના ખાતે બાળકો માટે જમણનું આયોજન કરતા હતા આ પરંપરા મર્હુમ બદરુદ્દીન શેખ પરિવાર દ્વારા જાળવી રાખવામાં આવી.કાર્યક્રમ નું સંચાલન જફર અજમેરી કર્યું હતું.