કેટરિના-વિકીને બીએમસી પરમિશન મળશે તો જ ગ્રાન્ડ રિસેપ્શનનું વેન્યૂ ફાઇનલ થશે

  • 5:52 pm December 12, 2021

વિકી કૌશલે જુલાઈ, ૨૦૨૧માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં ઘર ભાડે લીધું છે. વિકીએ આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ૧.૭૫ કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતના ત્રણ વર્ષ માટે ભાડું ૮ લાખ રૂપિયા છે. ચોથા વર્ષે ૮.૪૦ અને પાંચમા વર્ષે ૮.૮૨ લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ ફ્લેટમાં અનુષ્કા-વિરાટ રહે છે.‘મિસ્ટર એન્ડ મિસિઝ કૌશલ’ આવતા અઠવાડિયે બી ટાઉન સેલેબ્સ માટે ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. ત્રણ હોટેલ્સ શોર્ટ લિસ્ટ પણ થઈ ગઈ છે પરંતુ હવે તેમના રિસેપ્શન પર ઓમિક્રોનનું જાેખમ છે. ધારાવીમાં જ ઓમિક્રોન પોઝિટિવ વ્યક્તિ મળી આવી છે. હવે વિકી અને કેટરિનાએ રિસેપ્શન માટે સૌપ્રથમ મ્સ્ઝ્ર અધિકારીઓની પરમિશન લેવી પડશે. જે લોકો શાહી લગ્નમાં સામેલ ના થઈ શક્યા તે બધાને વિકી-કેટે રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. તેમાં બોલિવૂડના સિનિયર એક્ટર્સ, કેટ અને વિકીના મિત્રો સહિત કો-સ્ટાર્સ સામેલ થઈ શકે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનું જાેખમ વધી રહ્યું છે. બની શકે કે આના લીધે પાર્ટી કેન્સલ થાય. ૨.૧ વર્ગ કિમી ક્ષેત્રમાં ફેલાયેલા એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યો છે. મ્સ્ઝ્રના જણાવ્યા પ્રમાણે, તાન્ઝાનિયાથી પરત આવેલી વ્યક્તિ ઓમિક્રોન વેરિઅંટથી સંક્રમિત છે. હાલ તેને સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિ એસિમ્પ્ટોમેટિક છે અને તેણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો.