ડ્રગ્સ સાથે બે ઇસમોને જામનગર એસ.ઓ.જી.એ પકડી પાડ્યા

  • 6:42 pm April 8, 2022


જામનગર એસ.ઓ.જી.ના હેડ.કોન્સ્ટેબલ અરજણભાઇ કોડીયાતર તથા દીનેશભાઇ સાગઠીયાને મળેલ ખાનગી બાતમી આધારે જામનગર એસ. ટી ડેપા સામે રોડ પર આરોપીઓ ( ૧ ) મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઇ રૂમી તથા ( ૨ ) રીઝવાન મહમદભાઇ કોરેજા રહે . જામનગર વાળાઓ ગેર કાયદેસર કેફી પદાર્થ એમ.ડી.એમ.એ.પાવડર ડ્રગ્સ પોતાના કબ્જામાં રાખી ગેરકાયદેસર વેચાણ કરે છે જે જગ્યાએ રેઇડ કરતા બે ઈસમો એમ.ડી.એમ.એ.પાવડર ૨૦.૪ ગ્રામ કિંમત રૂપિયા ૨,૦૪,૦૦૦/- તથા અન્ય માલ મળી કી. રૂા .૨,૭૪,૧૦૦/- સાથે પકડેલ બંન્ને ઈસમો વિરૂધ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.