કે.એલ. રાહુલ-આથિયા શેટ્ટીએ મુંબઈના પાલી હિલમાં ઘર ખરીદ્યું

  • 5:46 pm May 1, 2022

ભારતીય ક્રિકેટર અભિનેત્રી સાથે મુંભઈમાં રહેશેપાલી હિલમાં આવેલી બિલ્ડિંગમાં આખો ફ્લોર ખરીદ્યો

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ હાલ તેની ટીમ 'લખનઉ સુપર જાયન્ટ્‌સ' સાથે આઈપીએલ ૨૦૨૨ રમવામાં વ્યસ્ત છે. લીગ પૂરી થયા બાદ કેએલ રાહુલ ખૂબ જલ્દી મુંબઈમાં વસવાટ કરી લે તેવી શક્યતા છે. થોડા દિવસ પહેલા ક્રિકેટરે બાંદ્રાના કાર્ટર રોડ પર સી-ફેસિંગ ૪-બીએચકે એપાર્ટમેન્ટ ભાડેથી લીધું હોવાના રિપોર્ટ્‌સ હતા. રિપોર્ટ્‌સમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, તે દર મહિને ૧૦ લાખ રૂપિયા ભાડું ચૂકવશે. આ પહેલા તેવી પણ ચર્ચા હતી કે, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી આ વર્ષે જ લગ્ન કરી લે તેવી શક્યતા છે. જાે કે, બાદમાં એક્ટ્રેસની એક ફ્રેન્ડે પુષ્ટિ કરી હતી કે, આથિયા અને રાહુલ આ વર્ષે લગ્ન કરવાના છે.

હવે, લેટેસ્ટ ખબર પ્રમાણે, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ તેમનું કાયમ માટેનું ઠેકાણું શોધી લીધું છે. મુંબઈના પાલી હિલમાં આવેલી બિલ્ડિંગમાં આખો ફ્લોર (નવમો માળ) ખરીદી લીધો છે. જ્યાં સુધી નવું ઘર બનીને તૈયાર ન થાય ત્યાં સુધી કેએલ રાહુલ ભાડાના મકાનમાં રહેશે. જાે ઘરનું ડિઝાઈનિંગ કેએલ રાહુલના થનારા સાસુ માના શેટ્ટી કરે તો નવાઈ નહીં. આખરે તે, ઈન્ટિરિયર ડેકોરેશનમાં માસ્ટર છે.

આથિયા અને કેએલ રાહુલે સંધુ પેલેસ નામની બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે, જેનું કન્સ્ટ્રક્શન કામ હજી સુધી પૂરું થયું નથી. જે લગ્ન બાદ રણવીર-આલિયા જ્યાં રહે છે, તે વાસ્તુ બિલ્ડિંગથી માત્ર બે બિલ્ડિંગ દૂર છે. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા રાજ બંગલોનું કામકાજ પૂરુ થયા બાદ નવપરિણીત દંપતી પણ ત્યાં શિફ્ટ થવાનું છે.

બિલ્ડિંગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુનીલ શેટ્ટીએ તેની દીકરી માટે આ ઘર ખરીદ્યું છે અને તેઓ પત્ની માના અને આશિયા સાથે તેની મુલાકાત લેતા રહે છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, તે ઘર કેએલ રાહુલે ખરીદ્યું છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ૩ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ક્રિકેટરની મોટાભાગની મેચમાં આથિયા હાજરી આપે છે અને તેને ચીયર કરે છે.