તેજાબ બાદ હવે આનંદની રિમેક બનાવવાની જાહેરાત

  • 4:54 pm May 20, 2022

બોલિવૂડમાં ઓરિજનલ આઈડિયાની તંગીફિલ્મના ઓરિજિનલ પ્રોડ્યુસર એનએન સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પીએ ફિલ્મ ફરી બનાવવા જાહેરાત કરી

બોલિવુડ પાસે ઓરિજિનલ સ્ટોરી આઇડિયાની ભારે તંગી પ્રવર્તી રહી હોય તેમ રીમેક, સિકવલ અને ડબ ફિલ્મોના સહારે ગાડું ગબડાવાઈ રહ્યું છે. અગાઉ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની કલ્ટ ફિલ્મ તેજાબની રીમેક બનાવવાની જાહેરાત થયા બાદ હવે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મ આનંદની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ છે.  આનંદ ફિલ્મના ઓરિજિનલ પ્રોડ્યુસર એન. એન. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પીએ જ આ ફિલ્મ ફરી બનાવવાની જાહેરાત કરી છે. સમીરના કહેવા અનુસાર નવી પેઢીને આ ફિલ્મ નવી શૈલીથી દર્શાવવી જરૂરી બની છે. તેમની સાથેના સહ નિર્માતા વિક્રમ ખખ્ખરનું કહેવું છે કે આપણે જ્યારે નવી નવી સ્ટોરીઝ શોધી રહ્યા છીએ ત્યારે જાે આપણી જ ઓરિજિનલ ક્લાસિક્સમાં શોધ ચલાવીએ તો આપણને નવાં રત્નો મળી શકે તેમ છે. જાેકે, ફિલ્મમાં અમિતાભ અને રાજેશ ખન્નાની ભૂમિકા કોણ ભજવશે એ નક્કી નથી. ફિલ્મની હજુ સ્ક્રિપ્ટ લખાઈ રહી હોવાનું કહેવાય છે. 

ઓરિજનલ આનંદ ફિલ્મ ગુલઝારે લખી હતી અને ઋષિકેશ મુખર્જીએ તેનું દિગ્દર્શન કર્યું હતું. તેના ગીતો , સંવાદો અને સંવેદનશીલ દૃશ્યોના કારણે તે સદાબહાર લોકપ્રિય ફિલ્મ બની ચુકી છે. જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં સહિતના તેના અનેક સંવાદો આજે પણ એટલા જ પોપ્યુલર છે.