તૈમૂર મમ્મી-નાના ભાઈને મળવા પપ્પા સાથે કાલિમપોંગ ઉપડ્યો

  • 4:24 pm May 21, 2022

એરપોર્ટ પર લઈને આવ્યો ડ્રોઈંગ બુકએરપોર્ટ પર બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પિંક રંગના ટી-શર્ટ અને બ્લૂ રંગના વેસ્ટ જેકેટમાં જાેવા મળ્યો હતો

કરીના કપૂર ખાન હાલ સુજાેય ઘોષના આગામી પ્રોજેક્ટ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સનું શૂટિંગ પશ્ચિમ બંગાળના કાલિમપોંગમાં કરી રહી છે. આ પ્રોજેક્ટમાં કરીના કપૂર સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ છે. આ ફિલ્મ જાપાનના લેખત દ્ભીૈર્ખ્ત ૐૈખ્તટ્ઠજરૈર્હના પુસ્તક 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' આધારિત છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે અને આ સાથે જ કરીના કપૂરનું ઓટીટી ડેબ્યૂ પણ થશે. કરીના કપૂર લગભગ ૧૦ દિવસથી નાના દીકરા જેહ સાથે કાલિમપોંગમાં આ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે.

હવે, તેનો પતિ સૈફ અલી ખાન અને મોટો દીકરો તૈમૂર અલી ખાન પણ તેની પાસે પહોંચવા માટે મુંબઈથી રવાના થયા છે. તૈમૂર અને સૈફ અલી ખાન મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. તેઓ કાલિમપોંગ જવા રવાના થયા છે. એરપોર્ટ પર સૈફ અલી ખાન પિંક રંગના ટી-શર્ટ અને બ્લૂ રંગના વેસ્ટ જેકેટમાં જાેવા મળ્યો હતો. જ્યારે નાનકડા તૈમૂરે બ્લૂ-ગ્રીન રંગનું પ્રિન્ટેડ ટી-શર્ટ અને નેવી બ્લૂ શોર્ટ્‌સ પહેર્યું હતું. તૈમૂરના માથે ટોપી અને ગળામાં આઈકાર્ડ હોય તેવું લાગ્યું હતું. આ જાેતાં તે સ્કૂલેથી સીધો આવ્યો તેવો અંદાજાે છે. ગાડીમાંથી ઊતર્યો ત્યારે તૈમૂરના હાથમાં ડ્રોઈંગ બુક હતી.

એવું લાગતું હતું કે, તૈમૂર પોતાના અબ્બાને કારમાં પોતાના ડ્રોઈંગ્સ બતાવી રહ્યો હશે. સૈફ મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપવા લાંબો સમય નહોતો રોકાયો. એરપોર્ટની અંદર જતાં માત્ર હાથ હલાવીને જતો રહ્યો હતો. કરીના કપૂર છેલ્લા દસેક દિવસથી પશ્ચિમ બંગાળના કાલિમપોંગમાં નાના દીકરા જેહ અલી ખાન સાથે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના ત્યાં શૂટિંગની ઝલક બતાવવાની સાથે દીકરા સાથે કેવી રીતે સમય વિતાવે છે તે પણ બતાવતી રહે છે. કરીનાએ થોડા દિવસ પહેલા જ મેકઅપ કરાવતી વખતે જેહ સાથે સમય વિતાવતી હોય તેવી તસવીર શેર કરી હતી. કરીના કપૂર અહીં શૂટિંગ કરી રહી છે ત્યા

રે તેને જૂની બહેનપણી પણ મળી ગઈ હતી. કરીનાએ ૧૯૯૬ની તસવીરો શેર કરતાં લખ્યું, "કાલિમપોંગમાં ફિલ્મના શૂટિંગ માટે ગઈ હતી પરંતુ ખજાનો મળી ગયો. અમારું પ્રોફેશન ટ્રાવેલિંગ દ્વારા ટપકાંને સારી રીતે જાેડવાનું જાણે છે. વેલહામ ગર્લ્સ રાજસ્થાન ટ્રીપ. ૧૯૯૬ની સાલ. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ખાન આ ઓટીટી પ્રોજેક્ટ ઉપરાંત આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જાેવા મળશે. આમિર-કરીનાની આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય કરીના કપૂર પ્રોડ્યુસર તરીકે પણ ડેબ્યૂ કરવાની છે. ક

રીના એકતા કપૂર સાથે મળીને થ્રિલર ફિલ્મ બનાવવા જઈ રહી છે જેનું ડાયરેક્શન હંસલ મહેતા કરશે. સૈફ અલી ખાનની વાત કરીએ તો તે હૃતિક રોશન સાથે ફિલ્મ 'વિક્રમ વેધા' અને પ્રભાસ સાથે ફિલ્મ 'આદિપુરુષ'માં દેખાશે.