ખાલી પ્લોટ ઉપર બે માળનું મકાન, દરગાહ ઊભા થઈ ગયા

  • 5:05 pm May 28, 2022

ખાલી પ્લોટના પ્લાન માટે એનઓસી માગવામાં આવી હતીએનઓસીની માગણી શંકાસ્પદ જણાતાં એનએમએના અધિકારીઓ સાઈટ પર પહોંચ્યા ત્યારે દંગ રહી ગયા

ગુરુવારે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી (એનએમએ)ના અધિકારીઓએ શહેરની મુલાકાત લીધી હતી. ખાલી પ્લોટના પ્લાન માટે એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) માગતી અરજી એનએમએ સમક્ષ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે એનએમએના અધિકારીઓ સાઈટ પર પહોંચ્યા ત્યારે દંગ રહી ગયા હતા કારણકે અહીં બે માળનું બિલ્ડિંગ અને એક દરગાહ બંધાઈ ગઈ હતી. આ ગેરકાયદે બાંધકામને દૂર કરવાની સૂચના એનએમએદ્વારા આપવામાં આવી છે. એનએમએની પ્રેસનોટ પ્રમાણે, એનઓસીની માગણી શંકાસ્પદ જણાતાં નેશનલ મોન્યુમેન્ટ ઓથોટિરિટીના ચેરમેન તરુણ વિજય રાયપુર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે એનએમએના પાર્ટ-ટાઈમ મેમ્બર હેમરાજ કામદાર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના સિનિયર ઓફિસર આર.કે. સિંહ પણ આવ્યા હતા. યોગ્ય અધિકારી (કૉમ્પિટેન્ટ ઓથોરિટી- સીએ) દ્વારા એનઓસીની ભલામણ કરવામાં આવી હતી એ જ સ્થળે બે માળનું બિલ્ડિંગ અને દરગાહ જાેઈને અધિકારીઓ છક થઈ ગયા હતા. કૉમ્પિટેન્ટ ઓથોરિટીને જાણકારી આપી હોવા છતાં તેઓ ઈન્સ્પેક્શન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ જમીન પર ઊભી કરવામાં આવેલી દરગાહનું નિર્માણ તાજેતરમાં જ થયું હોય તેવું ભાસે છે. શ્રી તરુણ વિજયે દરગાહ તોડી પાડવાનો અને બિલ્ડિંગના માલિક સામે પણ પગલાં લેવાનો આદેશ આપ્યો છે", તેવો એનએમએની પ્રેસનોટમાં ઉલ્લેખ છે. આ કેસમાં રાજ્યના મ્યૂઝિયમ અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પંકજ શર્માની ઓળખ યોગ્ય અધિકારી (કૉમ્પિટેન્ટ ઓથોરિટી) તરીકે કરવામાં આવી છે. નોટમાં જણાવવામાં આવ્યું છે કે, તરુણ વિજયે આ ઘટનાને નૈતિકતા તેમજ પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનાં કાયદા (એએમએએસઆર એક્ટ)નું ઉઘાડું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ સાથે જ તેમણે આ ગેરકાયદે કામ કરનારા શખ્સો સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ ખાતરી આપી છે. એએસઆઈએ બિલ્ડરને કારણદર્શક નોટિસ આપી છે તે વાત છુપાવામાં આવી છે માટે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશે. ગુજરાતના કૉમ્પિટેન્ટ ઓથોરિટીએ એનઓસી ખોટી દરખાસ્ત અને સામાન્ય વિશ્વાસને આધારે આપી દીધું હોય તેની પ્રબળ સંભાવના છે, તેમ પણ એનએમએની પ્રેસનોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.