કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ખેરગામ ખાતે રૂ.૨.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત ગ્રામ્યપોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ

  • 5:57 pm May 30, 2022

રહેણાંક અને બિનરહેણાક આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ સંપન્ન

પોલીસની સુદ્રઢ કામગીરીથી લોકોને આજે કાયદો અને વ્યવસ્થાની સુખદ અનુભૂતિ થઈ રહી છે: આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ.

લોકસમસ્યા નિવારવામાં ખેરગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહત્વની ભૂમિકા નિભાવશે

 નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ સરસીયા ફળીયા ખાતે રૂ.૨.૨૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ખેરગામ પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ખેડા,નડિયાદથી વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્થાનિક કક્ષાએથી વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી નરેશ પટેલે વિશેષ ઉપસ્થિત રહી નવનિર્મિત પ્રકલપની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું . આ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં ખેરગામના ગામોના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. રહેણાંક અને બિનરહેણાક આવાસોનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ સંપન્ન થયું હતું. 
             

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવો ખેરગામ તાલુકો સ્થાપિત થયા બાદ ટૂંક જ સમયમાં ખેરગામ પોલીસ સ્ટેશન બનવાથી કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનશે. મંત્રીશ્રીએ પોલીસ કર્મચારીઓએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દૂર રહી લોકોની કરેલી સેવાને બિરદાવી હતી. રહેણાંક અને બિનરહેણાંક આવસોના નિર્માણ થકી પોલીસ પરિવારોને અદ્યતન સુવિધા સભર આવાસો એ રાજ્ય સરકારની તેમના પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખેરગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ પુરવાર થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.  
           

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીરે લોકોની સુરક્ષિતતા એ જ સરકારની પ્રાથમિકતા’ના ઉદ્દેશ્ય સાથે તેમણે પોલીસ ખાતાને સમાજનું અવિભાજ્ય અંગ ગણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં ખેરગામમાં નિર્માણ થયેલ પોલીસ સ્ટેશન સ્થાનિક વિસ્તારોમાં ગુનાઓ રોકવામાં અસરકારક સાબિત થશે.   
             

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય , જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ.મલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, ખેરગામના સરપંચશ્રી, ગ્રામજનો અને પોલીસજવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ખેરગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન'ની વિશેષતાઓ
 ------
શારીરિક વિકલાંગ વ્યક્તિ માટે રેમ્પ , લંચ રૂમ , સી.સી.ટી.વી. , મહિલા માટે હેલ્પ ડેસ્ક, ,કોન્ફરન્સ અને મલટી પર્પઝ હોલ, રેકર્ડ રૂમ , પોલીસકર્મી માટે રેસ્ટરૂમ , ગુના સંબંધી અને બિનગુનાસંબંધી કામગીરી માટે અલગ અલગ કાર્ય વિસ્તાર તથા પ્રવેશ.

રિપોર્ટ :- અંકેશ યાદવ