રણોલી ગામે આવેલા IPCL બ્રિજની હાલત બિસ્માર, તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા સ્થાનિકો રોષે ભરાયાં

  • 6:41 pm May 30, 2022

રિપોર્ટ સિકંદર પઠાણ.

બ્રિજના પોપડા ખરી રહ્યાં હોવાથી બ્રિજ નીચે પસાર થતાં લોકોમાં ભયનો માહોલ

વહેલીતકે બ્રિજ રિપેર નહીં કરવામાં આવે તો રસ્તો બંધ કરવાની સ્થાનિકોની ચીમકી
વડોદરા શહેરના રણોલી વિસ્તારમાં આવેલા લોકો હાલ દહેશતના ઓથા હેઠળ જીવી રહ્યા છે, તંત્રના પાપે અહીંના નાગરિકો જર્જરિત બ્રિજ નીચેથી અવર-જવર કરવા મજબૂર બન્યાં છે ત્યારે તંત્રના ઉદાસીન વલણના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામમાં આઇ.પી.સી.એલ. બ્રિજ આવેલો છે, પરંતુ ઉદાસીન તંત્રના પાપે આ બ્રિજની હાલત બિસ્માર બની છે.

મહત્વનું છે કે બ્રિજની આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે અને સ્થાનિકો માટે બ્રિજ નીચેના રસ્તેથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અહીં ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોવાના કારણે આ બ્રિજ પરથી સેંકડો ભારદારી વાહનો પસાર થતાં હોવાથી બ્રિજના પોપડા પણ ખરી રહ્યાં છે. તો કેટલીક જગ્યાએ બ્રિજના સ્લેબનો અમુક ભાગ પણ તૂટી ગયો છે, જેના કારણે બ્રિજ નીચેથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મળી રહ્યો છે.

મહત્વનું છે કે ભૂતકાળમાં સ્થાનિકો દ્વારા તંત્રને અનેકોવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ઉદાસીન તંત્રએ કોઈ પગલાં ન લેતા આસપાસની સોસાયટીઓ તથા ગામડાંમાં રહેતા સ્થાનિકો રોષે ભરાયા છે. આજે સ્થાનિક રહીશો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી વહેલામાં વહેલીતકે બ્રિજનું સમારકામ કરી આપવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ જો તંત્ર દ્વારા બ્રિજ વહેલીતકે રિપેર નહિ કરવામાં આવે તો બ્રિજ પરનો રસ્તો બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.