હળવદ: ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટન ના મેગા ફાઈનલમાં શિવ બંગલોઝ ચેમ્પિયન

  • 4:12 pm May 31, 2022

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ

મેગા ફાઈનલ નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.શાતી પુર્ણ માહોલ માં ટુર્નામેન્ટ પુણૅ થય હતી

ગંગેશ્વર મહાદેવ ચેનલ ટ્રોફી-૬ ૨૦૨૨  હળવદ નગરપાલિકા, હળવદ પોલીસ, અને રોટરી ક્લબના સહયોગથી ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.હળવદ વિનોબા ભાવે ક્રિકેટ  ગ્રાઉન્ડ ખાતે સતત ૨૦ દિવસ નાઈટ ટેનિસ કીકેટ ટુર્નામેન્ટ ચાલી હતી.જેમા  સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિતના નામાંકિત ખેલાડીઓ ભાગ લીધો હતો.મેગા  ફાઇનલમાં શિવ બંગ્લોઝ હળવદ વર્સીસ ઉમિયા ઈલેવન હળવદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ઉમિયા ઈલેવન હળવદ એ પ્રથમ બેટિંગ કરી  ૧૦ ઓવરમાં ૧૨૩ રન બનાવી શિવ બંગ્લોઝ ને ૧૨૪ નો ટાર્ગેટ આપ્યો હતો.

જે દસમી ઓવરમાં ૧૨૪ રનનો ટાર્ગેટ ૩ વિકેટના ભોગે  ચેઝ કરી શિવ બંગ્લોઝ હળવદ ચેમ્પિયન થયું હતું. ફાઇનલ મેચ ના મેન ઓફ ધ મેચ તરીકે કચ્છના જય સોની ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેન ઓફ ધ સિરીઝ તરીકે પિયુષ પટેલ હળવદ, બેસ્ટ બોલર તરીકે લેમન ભરવાડ સહિતના ચેમ્પિયન ટીમને એક લાખ અગ્યાર હજાર રોકડા ટોફી તથા રનસૅપ ટીમ ને ૫૧,૧૧૧ રોકડા તથા ટોફી દરેક  સ્પોનસર  બેસ્ટ સ્પોટર ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અન્ય લાખેણા  ઇનામોની વણઝાર કરવામાં આવી હતી.

હળવદ અને ઝાલાવાડ પંથકમાં છેલ્લા ૧૨ વર્ષથી અદભુત પૂર્વક ભારે લોકચાહના મેળવતી ગંગેશ્વર મહાદેવ ટ્રોફી ૬ નુ ભવ્યાતિભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં રનિંગ કોમેન્ટરી વી આઈ પી ટેન્ટ ચા પાણી વગેરે ખેલાડીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,આ ટુર્નામેન્ટમાં આઈ પી એલ  જેવો રોમાંન્ચ ઉભો કરવામાં આવ્યો હતો.

આ મેગા ફાઈનલમાં મુખ્ય અતિથી તરીકે હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, દિગ્વિજયસિંહ ઝાલા ગ્રુપ ગંગેશ્વર મહાદેવ, આસ્થા સ્પિનટેકના એમડી  દીવ્યાગં પટેલ,  સાંદિપની સ્કુલ ના એમડી હિતેન ભાઈ ઠક્કર,રોટરી ક્લબના રાજભા રાણા, સોલ્ટ એ.પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, એચડીએફસી બેંકના મેનેજર યુવરાજસિંહ જાડેજા, રજનીભાઈ સંઘાણી, વલ્લભભાઈ પટેલ, હળવદ  તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. ગાંધીધામ ના યુવા નેતા કુલદીપ ઝાલા, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, જીગરભાઈ મહેતા અતુલભાઇ પાઠક હળવદના યુવા અગ્રણી હિતેશભાઈ પટેલ વિપુલભાઈ એરવાડીયા સહિતના આગેવાનો અગ્રણીઓ સ્પોનસર ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ટુર્નામેન્ટ ને  સફળ બનાવવા ગ્રુપ ઓફ ગંગેશ્વર મહાદેવ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી,

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ