હળવદમાં તસ્કરો એ એકી સાથે આઠ કારખાના મા ચોરી.

  • 4:27 pm May 31, 2022

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ


 પટ્રાલિંગ ની કામગીરી સામે સવાલ ?

હળવદ શહેરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. આજે ફરી હળવદમાં એકસાથે 8 કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. હળવદ-માળિયા હાઇવે પર આવેલા 8 કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. આસ્થા સ્પિનટેક્ષની બાજુમાં મધુસૂદન એસ્ટેટ વિસ્તારમાં તસ્કરોએ ધામાં નાખ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મોડી રાત્રે ક્રિષ્ના પેપરમિલ, ગંગોત્રી ઓઈલમીલ, જલારામ પ્રોટીન્સ, બેસ્ટ ફુડ પ્રોટીન્સ એન્ટીલીયામા ચોરીની ઘટના બની છે. મળતી માહિતી મુજબ હળવદમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. હળવદમાં સતત ચોથા દિવસે પણ ચોરીની ઘટના સામે આવી છે. હળવદ-માળિયા હાઇવે પર આવેલા 8 કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ આસ્થા સ્પિનટેક્ષની બાજુમાં મધુસૂદન એસ્ટેટ વિસ્તારમાં ધામા નાખ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગત મોડી રાત્રે ક્રિષ્ના પેપરમિલ, ગંગોત્રી ઓઈલમીલ, જલારામ પ્રોટીન્સ, બેસ્ટ ફુડ પ્રોટીન્સ એન્ટીલીયામા ચોરીની ઘટના બની છે. આ ચોરી કરતી ચડ્ડી બનિયાન ધારી ગેંગના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે હળવદમાં છાછવારે બનતી ચોરીની ઘટનાને લઇને પોલીસ નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. અને ચોરીની ઘટનામાં વધારો થતા વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરવામાં આવી છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી  હળવદ