પ્રાંતિજના ધડકણ પાસે ટ્રક અને ઇકોકાર વચ્ચે અકસ્માત

  • 9:08 pm June 9, 2022

 


પ્રાંતિજના મજરા-તલોદ રોડ ઉપર ધડકણ નજીક રાત્રીના સમયે HP પેટ્રોલપંપ નજીક ટ્રક નંબર GJ18AZ6381 નો ચાલક ફુલફાસ્ટ બેદરકારી રીતે હંકારી લાવી રોડની સાઇડમા જતી ઇકોકાર નંબર GJ09BE0820 ને ટક્કર મારી હતી..

તો ટ્રકની ટક્કરથી ઇકોકાર રોડની સાઈડમા આવેલ ખેતરમા બે થી ત્રણ ગુલેટી ખાઇ ગઇ હતી..

જયારે ઇકોકારમા સવાર પતિ પટેલ દેવેન્દ્રભાઇ રણછોડભાઈ ઉ. વર્ષ-૩૮ તથા તેમની પત્ની મમતાબેન દેવેન્દ્રભાઇ ઉ.વર્ષ-૩૮ તથા તેવોની પુત્રી પટેલ કિશા દેવેન્દ્રભાઇ ઉ.વર્ષ-૨ નો અકસ્માતમા આબાદ બચાવ થયો હતો,તો દેવેન્દ્રભાઇને નાની ઇજાઓ પહોચતા તેવોને ગાંધીનગર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા..

તો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મુકીને ધટના સ્થળ ઉપરથી ભાગી ગયો હતો.


રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા