રાધનપુર નાં મોટી પીપળી ગામે ગેરકાનૂની હથીયાર વેચનાર શખ્સને રાધનપુર પોલીસે સુરતથી ઝડપ્યો

  • 9:13 pm June 9, 2022

 

રાધનપુર પોલીસ દ્વારા તપાસ નાં ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..


રાધનપુર ના મોટી પીપળી ગામે લોકો ને ગેરકાનૂની હથીયારો અપાવવામાં સંડોવાયેલા શખ્સ ને રાધનપુર પોલીસે સુરત થી ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે કેટલાક લોકો ને બિન કાયદેસર નાં હથીયારો વચનાર પંકજ આશારામ જાદવ નામના શખ્સ ને રાધનપુર પોલીસે બાતમીના આધારે સુરત ખાતે થી આબાદ ઝડપી લઇ રાધનપુર પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ઝડપાયેલા શખ્સ દ્વારા રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ના લોકો ને હથિયાર અપાવી ગુનાહિત કૃત્ય કરનાર મુખ્ય આરોપી ને રાધનપુર પોલીસ એ ઝડપી લઇ તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા છે.

 

રિપોર્ટર:અનિલ રામાનુજ