ઉપલેટાનો વ્યાજ વટાવનો ધંધાર્થી પાસા હેઠળ જેલમાં..
- 5:17 pm March 17, 2023
રિપોર્ટર : વિજય રાડીયા
ઉપલેટા શહેરમાં વ્યાજ વટાવના ધંધાર્થી સામે ક્લેક્ટરે પાસાનું શસ્ત્ર ઉગામીને અમદાવાદની જેલ ભેગો કરતા તાલુકા ભરના આવારા, લુખ્ખાગીરી તથા માથાભારે વ્યાજખોરોમાં ડાટ ફ્લાયો છે. પીઆઇ કે.કે. જાડેજાએ આરોપી જ્યદીપ ભુપતભાઇ માંકડ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા ક્લેક્ટર અરૂણ મહેશ બાબુને મોકલતાં જિલ્લા ક્લેક્ટરે તેના પર મંજૂરીની મહોર મારી હતી અને તેના આધારે ઉપલેટા પોલીસે વ્યાજખોર જયદીપને પકડીને અમદાવાદ જેલ ખાતે મોકલી દીધો હતો.