રાજુલાના પી.આઇ પરમાર સહીતના પોલીસ કર્મચારીઓનું DGP દ્વારા સન્માન કરવામા આવ્યુ..

  • 5:19 pm March 17, 2023
રિપોર્ટર- મૌલિક દોશી

 

 

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.આઇ જે.એન પરમાર સહિત પોલીસ ટીમ દ્વારા થોડા દિવસ પહેલા પોકેટ કોપની વાહન સર્ચ અને વ્યક્તિ સર્ચ એપ્લિકેશનની મદદથી રાજ્યના અલગ-અલગ જીલ્લાઓનાં ચોરીના તેર ગુન્હાઓ શોધી કાઢી અને ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ ૩,૦૦,૨૧૭/-નો મુદ્દામાલ રીકવર કરવામા આવ્યો હતો. આમ આધુનિક તકનીકના ઉપયોગથી ગુન્હા શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરાઇ હતી જેને લઈને DGP વિકાસ સહાય દ્વારા પીઆઈ પરમાર સહીત પોલીસ કર્મચારી ભીખુભાઇ સોમાત ભાઈ ચોવટીયા તેમજ હરપાલસિંહ વિક્રમ સિંહ ગોહિલને ઇ-કોપ એવોર્ડ એનાયત કરવામા આવ્યાં હતા અને ભવિષ્યમાં ખુબ જ સુંદર કામગીરી કરતા રહો તેવી શુભેચ્છાઓ સાથે DGP વિકાસ સહાય દ્વારા પ્રશંસા પત્ર આપી સન્માન કરાયુ હતુ. આ તકે પોલીસ સ્ટાફ તેમજ વેપારીઓ સહીત આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા છે.