સુરત SOGએ હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના રૂ.2.73 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો..

  • 5:38 pm March 17, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

સુરત એસ.ઓ.જી પોલીસે પાંડેસરા બમરોલી ખાતે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું વેચાણ કરતા દુકાનદારને ત્યાં રેડ પાડી એક શખ્સ ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી પોલીસે રૂ.2.73 લાખના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમો દ્વારા આવા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તે દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે પાંડેસરા બમરોલી શાંતાનગર સોસાયટીમાં શંકર પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં રેઈડ કરવામાં આવી હતી.જ્યાંથી પોલીસે 30 વર્ષીય દુકાનદાર દિપક શંકરલાલ જાટને ઝડપી પાડયો હતો. અને તેની દુકાનમાં ગેર કાયદેસર રીતે રાખવામાં આવેલ BLACK કંપનીની સિગરેટના પેકેટ નંગ-550 ,ESSE Gold કંપનીની સિગરેટ પેકેટ નંગ -380 ,ESSE Light Pi 9000 PUFFS કંપનીની સિગરેટ પેકેટ નંગ -530 મળી કુલ કિ.રૂ. 2,73,800/- ની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી વિરૂધ્ધ ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ 7,8,9 અને, 20 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.