ખેડબ્રહ્મા નગરપાલિકાની બેવડી નીતિ: પાલિકાના વહીવટદારની મોટા બાકીદારો પર રહેમ નજર, નાના બાકીદારોના કનેક્શન કાપવા પાલિકા ઉતાવળી થઈ

  • 6:08 pm March 19, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

ખેડબ્રહ્મા નગર પાલિકામાં હાલ માર્ચ મહિનાની ઘરવેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે જેમાં બાકીદારો પાસે નગર પાલિકાના કર્મચારીઑ ઘરે જઈને બિલ ઉઘરાવી રહ્યા છે પણ બાકીદારોમાં વ્હાલા દવાલાની નીતિ આપવાની રહ્યા હોવાની બૂમો ઊઠવા પામી છે.

ખેડબ્રહ્મા નગર પાલિકા વિસ્તારમાં આવેલ મિલકતોનો વેરો ઉઘરવવા માટે નગર પાલિકાના કર્મચારીઓ દિવસે ફરીફરી ઉઘરાની કરી રહ્યા છે ત્યારે શહેરમાં બાકીદારો મળી અંદાજિત ૧ કરોડ જેટલી રકમ બાકી છે ત્યારે કર્મચારીઓ ફક્ત નાનાં બાકીદરો પાસે જઈ નળ કનેક્શન કાપવાની વાત કરી ઉઘરાણી કરી રહ્યા છે પણ વહીવટદારની રહેમ નઝરમાં મોટા બાકીદારો તરફ કોઈ આખ ઊંચી કરવા તૈયાર નથી. નાના બાકીદારો પાસેથી રકમ વસૂલી સંતોસ માનતા કર્મચારીઓ મોટા બાકીદારો પાસે પણ જાય તેવી માંગ ઉઠવા પામી છે અને નગર પાલિકા વહીવટદાર પણ મોટા બાકીદારોનું લિસ્ટ જાહેર કરે જેથી લોકોમાં પાલિકા પ્રત્યે ચોખ્ખા વહીવટની આશા બંધાઈ રહે...