ચોરીના મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડતી રાધનપુર પોલીસ..

  • 6:12 pm March 19, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી પાસેથી મોબાઇલ ચોરને પકડી પાડવામાં આવ્યો છે. મોબાઇલ ચોર વાઘરી અમૃતભાઈને રાધનપુર પોલીસ એ ઝડપી પાડયો છે. આ ઈસમ પાસેથી મોબાઇલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી રાધનપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લા મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સા.વિશાખા ડબરાલ પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક સા. ડી.ડી.ચૌધરી રાધનપુર નાઓની સુચના મુજબ જિલ્લામાં તથા પલીસ સ્ટેશનમાં બનતા મોબાઇલ ગુમ/ચોરી બાબતે દાખલ થયેલ e-FIR/FIR અનડીટેક હોઇ જે શોધી કાઢવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને પી.કે.પટેલ પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ આવા અનડીટેક ગુનાઓ બાકી ન રહી જાય તે સારૂ કરેલ સુચના આધારે ટેકનીકલ એનાલીસીસ/હ્યુમન સ્ત્રોત મેળવી જે આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૧૨૧૭૦૨૭૨૨૦૮૬૧/૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ સેમસંગ એસ.એમ.ગેલેક્સી કિ.રૂ.૭૦૦૦/- નો ઈશમ થાળકીયા (વાધરી) કરણભાઇ અમૃતભાઇ નાથાભાઇ ઉંમર વર્ષ ૨૫ રહે.રાધનપુર જી.આઇ.ડી.સી.તા.રાધનપુર જી.પાટણવાળા પાસેથી કબજે કરી રાધનપુર પોલીસ સ્ટેશનનો મોબાઇલ ચોરી અનડીટેક ગુનો શોધી કામગીરી કરવાંમાં આવી હતી.