સમી શહેરી વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા મકાનનું તાળું તોડી રૂ.1,95,000 હજારની રોકડ રકમ સહિત દાગીનાની ચોરી..

  • 6:17 pm March 19, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાના સમી શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મકાનના તાળું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ₹1,95,000ના મુદ્દામાલ સાથે ચોરી કરી જતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઇ હતી. મળતી માહિતી મુજબ સમી પોલીસ સ્ટેશન ખાતે મકાનની ઘરફોડ ચોરી થતા સમી પોલીસ સ્ટેશન મથકે મકાન માલિક રસીદભાઈ અબ્દુલભાઈ સૈયદ એ પોતાના મકાનમાં કોઈ અજાણ્યા ચોર ચોરી કરી જતાં મકાન માંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં તેને લઈને સમી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈને સમી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર કોઈ અજાણ્યા ચોર ઈસમે ગઇ રાત્રીના સમયે ફરીયાદીના તથા સાહેદોના બંધ ઘરના તાળા તોડી તેમા પ્રવેશ કરી તેની અંદર રહેલ તીજોરી કબાટના તાળાઓ તોડી રોકડ રકમ રૂ.૧,૬૯,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીનાની કુલ કિ રૂ.૨૬,૩૦૦/- ની મળી એમ કુલ કિ.રૂ. ૧,૯૫,૩૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ જે બાબતે મકાન માલિક એ સમી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઇ હતી.

આમ, વધુ માં જોઈએ તો રસીદભાઇ અબ્દુલ્લાભાઇ કબીરભાઇ સૈયદ રહે.સમી જેમને ચોરી બાબતની જાણ થતાં સમી પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ફરીયાદી પોતે રસીદભાઈ ખેતરે ગયેલ હતા જે દરમિયાન તેમની પત્નિ પણ તેના પિતાના ઘરે ઉંઘવા જતી રહેલ હોઈ અને રાત્રીના એક વાગ્યાના સુમારે રસીદભાઈ ખેતરેથી પરત આવી સમી મોજવાડા વાસમાં આવેલ તેમનાં મમ્મીના ઘરે ઉંઘવા જતા રહેલ જે દરમિયાન ઘરને લોક મારેલ હતો. અને તેમની પત્ની સવારમાં સાતેક વાગ્યાના સુમારે ઘરે આવેલ તે વખતે તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોતા જેથી રસીદ ભાઈને તેમની પત્નિ એ રસિદભાઈનાં મમ્મીના ઘરે ફોન કરેલ જેથી રસિદભાઇ ઘરે આવેલ અને આવીને જોયું તો તેમના ઘરના દરવાજાનું લોક તુટેલ હતુ. અને અંદર રાખેલ સામાન અને કપડા વેરણ છેરાન પડેલ હતા. અને ઘરની અંદર રાખેલ કબાટના દરવાજો ખુલ્લો અને તેની અંદર રહેલ લોક તુટેલ હતું. જેથી કબાટની અંદર તપાસ કરતા જેની અંદર લોખંડના નાના-નાના ડબ્બા નંગ-૦૪ રાખેલ હતા. જે ડબ્બાઓમાં તેમના પરિવારના સભ્યોનાં બચતના પૈસા રાખેલ હતા. જે ડબ્બાઓ માંથી ત્રણ ડબ્બા ગુમ હત. અને એક ડબ્બો તુટેલી હાલતમાં પડેલ હતો જેની અંદર તપાસ કરતા અંદર રહેલ રોકડ જણાયેલ નહી. અને ચાર ડબ્બા મળી રાખેલ આશરે રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/- જણાયેલ નહી તેમજ કબાટના ખાનામાં રાખેલ  સોના-ચાંદીના દરદાગીનાની ચોરી થયેલ જેમાં, (૧) સોનાની વીંટી નંગ - ૦૧ (આશરે બે ગ્રામની) કિ.રૂ. આશરે૮, ૦૦૦/- ની (૨) ચાંદીની પગની ઝાંઝરી જોડી નંગ - ૦૧ (વજન યાદ નથી) કિ.રૂ.૨૩,૦૦/-ની મળી કુલ ૩.૪૦,૩૦૦/ - ના મુદ્દામાલની કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયેલ જણાતા તે એમના મહોલ્લાની આજુબાજુના ઘરોના પણ તાળા તોડી ચોરી કરેલ હોઇ જણાતા તપાસ કરતા જણાવેલ કે, સુરનબેન વા/ઓફ ગનીભાઇ શેરૂભાઇ વેપારી રહે સમી,વેપારીવાસ તા-સમીવાળીના ઘરના દરવાજાનુ તાળુ તોડી ઘરમાં રાખેલ કબાટનું તાળુ તોડી કબાટના ખાનામાં રાખેલ રોકડ રકમ ૩,૯૪,૦૦૦/- ના તેમજ બાનુબેન રહીમભાઇ રહેમાનભાઇ વેપારી રહે-સમી, વેપારીવાસ તા-સમીવાળીના ઘરના દરવાજાનું તાળુ તોડી ઘરમાં રાખેલ કબાટમાં રાખેલ આશરે રોકડ રકમ રૂ.૧૫,૦૦૦/- જણાયેલ નહી તેમજ કબાટના ખાનામાં રાખેલ સોના-ચાંદીના દર-દાગીનાની ચોરી થયેલ જેમાં, (૧) સોનાની વીંટી નંગ – ૦૨ (વજન યાદ નથી) તેમજ (૨) સોનાની કાનની કડી એક જોડી તથા (૩) નાની છોકરીને પહેરવાની કાનની સોનાની બુટી જોડ ૧ જે તમામ ની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/-ની મળી કુલ રૂ.૩૦,૦૦૦/- ના તેમજ જેતુનબેન અબ્બાસભાઇ હબીબભાઇ સૈયદ રહેન્સમી, ઉઠાડોવાસ તા-સમી વાળીના ઘરના દર વાજાનુ તાળુ તોડી ઘરમાં રાખેલ તીજોરીના ખાનામાં રાખેલ આશરે રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/- જણાયેલ નહી તેમજ તીજોરીનો ખાનામાં રાખેલ સોનાના દાગીનાની ચોરી થયેલ જેમાં, (૧) સોનાની નાકની ચુંક આશરે કિં.રૂ ૧,૦૦૦૪ની મળી કુલ ૩.૩૧,૦૦૦/- ના મુદ્દામાલની કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયેલ. 

આમ, ગઇ મોડી રાત્રીના સમય દરમ્યાન કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના તથા સાહેદોના બંધ ઘરના તાળા તોડી તેમા પ્રવેશ કરી તેની અંદર રહેલ તીજોરી કબાટના તાળાઓ તોડી રોકડ રકમ રૂ.૧,૬૯,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગી નાની કુલ ૩,૨૬,૩૦૦/ ની મળી એમ કુલ કિ.રૂ.૧,૯૫,૩૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ હોઇ, જેથી ફરિયાદીઓ એ તથા અન્ય વ્યક્તિઓ એ પરિવારના લોકો ભેગા થઇ ઘરોમાંથી કયા કયા દાગીના અને કેટલી રોકડ રકમ ચોરી થયેલ અને ચોરાયેલ દાગીનાઓના બીલો સોધવામાં વિલંબ થયેલ હોઇ જેના કારણે ફરિયાદીઓ એ  ફરીયાદ કરવા આવી શકેલ ન હતા. અને આખરે ફરિયાદીઓ સમી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા આવેલ હતા તેમજ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ થવા પામી હતી. જે ફરિયાદનાં આધારે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.