સાંતલપુરના ગરામડીમાં લાઈટના ધાંધિયા રહેતા હોવાની લોકોની બૂમરાણ; હેલ્પરો ફોન બંધ રાખી જવાબ આપતા નથીઃ પૂર્વ સરપંચ..

  • 6:21 pm March 19, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરમીમાં લાઈટ ન આવતાં સ્થનિકો પરેશાન

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં UGVCLની બેદરકારી સામે આવી છે. જેમાં સાંતલપુર તાલુકાના ગરામડીમાં લાઈટના ધાંધિયા રહેતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે. લાઈટના ધાંધિયા હોવા છતાં જવાબદાર સ્થાનિક નિયુકત કરેલ અધિકારીઓ ધ્યાન આપતા નહિ હોવાની અને કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાની બૂમરાડ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. લાઈટના અભાવને કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે હેલ્પરો દ્વારા લાઈટની કામગીરી સમયસર કરવામાં નહિ આવતા ગ્રામજનોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા લાઈટની યોગ્ય કામગીરી કરી ગરામડી ગામમાં પુરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

હાલમાં ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અત્યારથી જ લાઈટના ધાંધિયા શરૂ થતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે હજુ ભારે ગરમી અને ખરા ઉનાળાનો સમય બાકી છે ત્યારે કેવી પરિસ્થિતિ થશે તે બાબતે પણ ગામજનો ચિતામાં મુકાયા છે. હાલમાં યોગ્ય કામગીરી કરી વીજ પુરતો પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ ગ્રામજનો ની માંગ ઊઠવા પામી હતી.

ગરામડીના સ્થાનિક વિક્રમસંહે જણાવ્યુ હતું કે હેલ્પરો અપડાઉન કરે છે સાંજે તેઓ જતા રહે છે, જ્યારે ફોન કરીએ ત્યારે ફોન બંધ જ હોય છે. ગત દિવસે ગરામડી, પિપરાળા, રોઝુ રાત્રીની લાઈટ ગઈ હતી બીજા દિવસે નવ કલાક સુધી લાઈટ શરૂ થઈ નહોતી. ફોન પણ હેલ્પરોના બંધ હોય છે. માત્ર એક જ હેલ્પર જ રાત્રે હતા તેવુ જણાવ્યું હતું.