ખાનપુર તાલુકાના લવાણા કલેશ્વરીમાં માસ અવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

  • 6:44 pm March 19, 2023
રિપોર્ટર વિજય ડામોર, મહીસાગર

 

 

ખાનપુર તાલુકાના લવાણા ગામમાં આવેલ પુરાતત્ત્ય વારસો ધરાવતા કલેશ્વરીમાં આર.બી.આઈ, બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇક્રોફાઇનાન્સ ફોર વુમનનાં સંયુક્ત ઉપક્રમે ચાલતા સ્કેલપ પ્રોજેક્ટ અંતર્ગત માસ એવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં લવાણા ગામમાંનાં યુવાનો તેમજ સી.આર ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુર માંથી N.S. S કેમ્પ અંતર્ગત કલેશ્વરી આવેલ ભાઇઓ -બહેનોને પણ આ તબક્કે ખાનપુર તાલુકાના એ.એફ.સી તરીકે કામ કરતા હસમુખ બામણીયા દ્વારા બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ, વીમા કવચ અને ડીજીટલ ટેકનોલોજી વિશે માહિતી આપી વધુમાં વધુ લોકો બેન્કિંગ વ્યવહાર કરે તેમજ બેંકમાં ચાલતી એપ્લિકેશનનો ઉપયોગ કરી ડિજીટલ વ્યવહાર કરવા જણાવવામાં આવેલ સાથે પ્રવર્તમાન સમયમાં લોકો પણ વિવિધ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરી કરતા હોય છે તેમનાથી સાવધાન રેહવા લોભામણી લાલચમાં આવીને અજાણી વ્યક્તિને ઓટીપીનાં આપવા જણાવ્યું હતું સાથે જે.એલ.ખાંટ સાહેબનાં માર્ગદર્શન હેઠળ N.S.S કેમ્પ કરી રહેલા યુવાનોને નયનરમ્ય પ્રાકૃતિક વાતાવણમાં આવેલ કલેશ્વરીનાં ઇતિહાસ વિશે માહીતિ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ લીડ ડિસ્ટ્રીક મેનેજર મિનેશ પટેલ અને મધ્ય ગુજરાત ક્રોડીનેટર જિજ્ઞેશ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો.