ધરફોડ ચોરીના 25થી પણ વધુ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી..

  • 6:54 pm March 19, 2023
રિપોર્ટર- મૌલિક દોશી

 

 

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહએ અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ ૧૦ નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ અને આ આરોપીને પકડી પાડવા આરોપી દીઠ રૂ.૧૦,૦૦૦/- ની જાહેરાત કરેલ હતી અને આ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોયજે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સને ૨૦૧૬ નાં વર્ષમાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના જાત્રુડા, અંટાળીયા, ગોઢાવદર, મોટા કણકોટ, નાના તેમજ મોટા લીલીયા, સનાળીયા તેમજ અમરેલી સીટી તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રણુજા પાર્ક, કે.કે.પાર્ક, રણુજા ધામ વિસ્તારમાં કુલ ૨૫ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ તેમજ ૮ ગુનાઓ છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વેમરડી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા વોન્ટેડ આરોપીને લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપવાની કામગીરી હાથ કરવામાં આવી હતી.