સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એક વ્યક્તિ ઝડપાઇ, કસ્ટમ વિભાગે કરી અટકાયત..

  • 7:20 pm March 19, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

- પ્રતિકારાત્મક તસવીર

સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એકની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સ શાહજહાંથી સુરત આવતી ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો. શાહજહાથી સુરત આવનાર ફ્લાઇટમાં એક શખ્સ પાસેથી 28 લાખ કિંમતનું 460 ગ્રામ સોનું ગ્રામ સોનું મળી આવ્યું હતું.

કસ્ટમ વિભાગે આ શખ્સની અટકાયત કરી છે. સોનાના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં આવેલા ધરખમ વધારાના કારણે સોનાની દાણચોરીના કેસમાં પણ વધારો થયો છે. થોડા નાંણા કમાવી લેવાની લાલચમાં દુબઇથી સોનુ લાવીને સુરતના બજારમાં વેચી દેવામાં આવતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે.જેથી શાહજહાથી સુરત આવતી ફલાઇટમાં કસ્ટમ વિભાગ દ્વારા ખાસ વોચ રાખવામાં આવે છે. શંકાના આધારે આ ફલાઇટમાં આવેલા એક મુસાફરને અટકાવી તપાસ કરી હતી. આ તપાસમાં ગુદામાર્ગમાંત્રણ કેપ્સુલમાં સોનુ મળી આવ્યુ હતુ. કસ્ટમ વિભાગે 28 લાખની કિંમતનુ 460 ગ્રામ સોનુ કબ્જે કરી યુવકની અટકાયત કરી છે. કસ્ટમ વિભાગ આટલું સોનું ક્યાંથી કેવી રીતે લાવ્યાં હોવાની પૂછપરછ કરી રહી છે.