ડભોઇમાં તમાકુવાગા ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું..

  • 7:32 pm March 19, 2023
ચેતન પટેલ, ડભોઇ

 

ડભોઇમાં કન્યા શાળા નંબર 3, તમાકુવાગા ખાતે સનરાઈઝ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કેમ્પના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી ડભોઇ નગરમાં સૌના સ્વાસ્થ્ય લગતી તકલીફોને ધ્યાનમાં લઇ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શ્વાસના રોગો, મગજના રોગો, હાડકાના રોગો, બાળકો, પેટ-આંતરડાના રોગો,પથરી-કિડનીના રોગો, હૃદય રોગો, દાંતને લગતા રોગો, તેના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્ય તપાસ તેમજ નિદાન કરી આપવામાં આવ્યું હતું સાથે આયુષ્યમાન કાર્ડ પણ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં તમામ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી.