ભરૂચની આશાએ પ્રિ સ્કૂલમાં એન્યુઅલ ડે સેલિબ્રેશન યોજાયું..

  • 7:37 pm March 19, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

શાળાના બાળકોએ વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું..

પાયલોટ બનેલી ઉર્વશી દુબે સહિત સારી કામગીરી કરનારી મહિલાઓનું વિશેષ બહુમાન કરાયું..

ભરૂચ બાયપાસ ચોકડી નજીક આવેલી આશાએ પ્રિ સ્કૂલમાં એન્યુઅલ ડે સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ ક્ષેત્રે અને સાહસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા લોકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં પાયલોટ બનેલી ઉર્વશી દુબે સહિતના લોકોનું ટ્રોફી એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું

ભરૂચમાં મોના પાર્ક સબર રેસીડેન્સી પાસે આવેલી આશાએ ધી પ્રિ સ્કૂલનો એન્યુઅલ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના નાના ભૂલકાઓએ પણ વિવિધ દેશ ધારણ કરી વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા અને બાળકોની વિવિધ કૃતિઓને નિહાળી હતી સાથે જ બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. બાળકોએ દેશભક્તિથી માંડી વિવિધ ભારતીય સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોને પણ ખુશ કર્યા હતા

આશાએ પ્રિ સ્કૂલના એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં તાજેતરમાં જ પાયલોટ બનેલ કેપ્ટન ઉર્વશી દુબે તથા શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ, રીઝવાના તલકીન જમીનદાર, SNP NEWSની ન્યુઝ એન્કર જાહ્નવી મકવાણા, ફઝીલા નજીર દૂધવાલા, ધ્રુવા અંકિત મોદી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બાબતે તેઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું

સમગ્ર એન્યુઅલ ડે સેલિબ્રેશન આયોજન માં આશાએ પ્રિ સ્કૂલના આચાર્ય અસ્માબેન પટેલ, એમ એચ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સના અરશદ પટેલ તથા જાવેદભાઈ પટેલે પણ પોતાનું યોગદાન આપ્યું હતું અને સમગ્ર એન્યુઅલ ફંક્શનને સફળ બનાવ્યું હતું.