અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પત્ની વિહોણા પતિએ પોતાની હવસ પોતાની દીકરી ઉપર 1 વર્ષથી સંતોષતા સગા બાપ સામે બળાત્કારની ફરિયાદ..

  • 7:46 pm March 19, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

- પ્રતિકારાત્મક તસવીર

સગો બાપ પોતાની જ 14 વર્ષની સગીરા ઉપર એક વર્ષથી આંચળતો હતો દુષ્કર્મ..

ભોગ બનનારે પોતાની મોટી બહેનને ફોન કરીને જાણ કરતા બહેને આખરે દોડી આવી પોલીસ મથકે નોંધાવી સગા બાપ સામે ફરિયાદ..

પોલીસે બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ નરાધમ બાપ સામે ગુનો દાખલ કર્યો..

બેટી બચાવો બેટી પઢાઓની વાત હવે માત્ર બોલવામાં સારી લાગે છે કારણ કે હવે તો ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અંકલેશ્વર પંથકના એક ગામમાં નરાધમની બે પત્નીના મૃત્યુ બાદ નરાધમએ પોતાની હવસ પોતાની જ માસુમ દીકરી ઉપર સંતોષતા ભોગ બનનાર પીળી થાય આખરે પોતાની બહેનને જાણ કરી સગા બાપ સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છે

અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ભોગ બનનારની બહેને સગા બાપ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે હું પોતે પહેલી માતાની સંતાન છું

અને મારા પિતાએ બીજી નવસારીની મહિલાને પત્ની તરીકે રાખી હતી અને મારા લગ્ન પહેલા મારી પ્રથમ માતાનું ૨૦૧૨માં અવસાન થયું હતું જે મારી જનેતા હતી મારી બીજી માતાને ત્રણ સંતાનો છે અને બીજી માતાનું પણ વષૅ ૨૦૨૦માં નિધન થયું હતું અને ત્યારથી હું મારા પિતાને ત્યાં આવતી ન હતી પરંતુ મારી બીજી માતાના સંતાનમાં એક ૧૪ વર્ષની મારી સાવકી બહેન હતી અને તેણીએ તેના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી કે બહેન ઉપર તેના પિતા એક વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેને મારી નાખવાની ધમકી આપે છે અને ફરિયાદીને તેની બહેને ફોન ઉપર વાત કરી તેને ઘરે બોલાવી હતી અને પીડિતા બહેને પોતાની મોટી બહેનને સમગ્ર ઘટનાની જાણ કરી હતી

જોકે બબ્બે પત્નીથી પત્ની વિહોણો પતિ કે જે ૪ સંતાનો પિતા પોતાની બંને પત્નીના મૃત્યુ બાદ પોતાની હવસ પોતાની જ માસુમ 14 વર્ષની દીકરી ઉપર છેલ્લા એક વર્ષથી સંતોષી રહ્યો હોય તેવી ઘટના સામે આવતા ભોગ બનનારે પણ પોતાની બહેનના સહકારથી આખરે પોલીસના પગથિયા ચડવા પડ્યા અને પીડીતાએ પણ છેલ્લા એક વર્ષથી તેનો સગો બાપ તેની ઉપર શરીર સંબંધ બાંધી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેવા આક્ષેપમાં ફરિયાદી બહેને પણ સરપંચ સહિત લોકોને સાથે રાખી પોલીસ મથકમાં પોતાના સગા બાપ સામે બળાત્કાર અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ નરાધમ પિતાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

બંને પત્નીના મૃત્યુ બાદ પતિએ પોતાની જ દીકરી ઉપર હવસ સંતોષતા ફરિયાદ..

કહેવાય છે ને કે હવસનો કીડો પોતાના સંતાને પણ નથી છોડતો આવોજ કિસ્સો અંકલેશ્વર પંથકમાંથી સામે આવ્યો છે જેમાં બંને પત્નીના મૃત્યુ બાદ પિતાએ પોતાની જ માસુમ દિકરી ઉપર એક વર્ષથી અવાર નવાર શરીર સંબંધ બાંધી પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ સામે આવી છે જેમાં નરાધમ પિતા સામે સગી બહેનોએ જ ફરિયાદ નોંધાવી છે જેને લઇને પંથકમાં પણ હવસખોર બાપ સામે ફિટકાર વરસી ગઈ છે

બાપ અને દીકરીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો..?

કહેવાય છે કે દીકરી સૌથી વધારે પિતાની વહાલી માનવામાં આવે છે પરંતુ પિતા પણ દીકરીને વાહલ કરતા હોય છે અને પિતા જ પોતાની દીકરીને આંગળી પકડી દુનિયા બતાવતા હોય છે પરંતુ દુનિયા બતાવનાર બાપ જ જ્યારે હવસખો નીકળે ત્યારે બાપ દીકરીના સંબંધને જે લાંચન લાગે છે તે સમાજ માટે પણ કલંકીત સાબિત થઈ જાય છે અને આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં બંને પત્નીના મૃત્યુ બાદ પત્ની વિહોણો થયેલો હવસખોર પોતાના સંતાન ઉપર પોતાની હવસ સંતોષતા સમગ્ર કિસ્સો લાંછનરૂપી સાબિત થઈ ગયો છે

મારો બાપ બીજી પત્નીને પણ લગ્ન કર્યા વિના લાવ્યો હોવાના ફરિયાદમાં બહેનના આક્ષેપ..

કહેવાય છે કે ઘણા લોકો લગ્ન લગ્ન કુંવારા હોય આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાની પત્નીને છોડી બીજી મહિલાને લગ્ન કર્યા વિના જ ઘરમાં લાવી પત્ની તરીકે રાખતો હતો અને બીજી પત્નીના પણ ત્રણ સંતાનો હતા. પ્રથમ પત્નીના મૃત્યુ બાદ બીજી પત્નીના પણ નિધન થતા હવસખોર પત્ની વિહોણાએ આખરે પોતાની જ માસુમ દિકરી ઉપર દાનત બગાડી હોય તેવી ઘટના સામે આવી છે પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય ત્યારે કોઈ કોઈનું નથી અને આખરે આ હવસખોળ સામે પોતાની જ સગી દીકરીએ ફરિયાદ નોંધાવતા હવસખોર પિતાનો ભાંડો ફૂટ્યો છે.