ડભોઈમાં સુજલામ સફલામ કલ્યાણકારી યોજના બને એ પહેલા ધનોતપનોત કાઢતા ભૂમાફિયા..!

  • 7:52 pm March 19, 2023

 

સરકાર ધ્વારા ઉનાળામાં પાણી ની અછત ના સર્જાય અને પાણી ના સ્તર જમીન માં જળવાઈ રહે એ માટે ગામો માં તળાવ ઉંડા કરવા માટે મે માસ માં સુજલામ સુફલામ યોજના ની રંગેચંગે શરૂઆત કરવામાં આવે છે જેમાં તળાવ ખોદવા ના ધારાધોરણો હોય છે દશ ફુટ થી ઉંડા તળાવ ખોદવા નહીં અને તળાવ ની માટી નો ગામ માં જ ઉપયોગ થાય એવો ગુજરાત ની  ભાજપ સરકાર ની કલ્યાણ કારી સુજલામ સુફલામ યોજના થકી ગુજરાત માં તળાવો ઉંડા કરવામાં આવે છે પણ ડભોઇ માં સરકાર ની ગાઈડલાઈન નો સરેઆમ ભંગ જોવા મળે છે તળાવ જે એજન્સી ને આપવામાં આવે એના પર કોઇ દેખરેખ ન હોવાને  લઈ માટી ખોદવામાં આવે છે અને માટી મોટે ભાગે ગામ બહાર ચાલતા કામો માં ઠલવાય છે જેમાં સરકાર ને રોયલ્ટી નો ચૂનો ચોપડવામા આવે છે  ડભોઈ તાલુકા પંચાયત માં તલાટી અને કોન્ટ્રાક્ટર રાજ હોવાને લઈ તાલુકા વિકાસ અધિકારી આંખો બંધ કરી લેતાં હોવાનું મનાય છે અત્રેઉલ્લેખનીય છે કે  નારીયા ગ્રામ પંચાયત માં તથાકથિત ભ્રષ્ટાચાર ની તપાસ ની ગાડી  અવડેપાટે ચડી હોવાનું ચર્ચાઇ રહયું છે  ત્યારે ડભોઈ તાલુકા ના ધર્મપુરી ગ્રામ પંચાયત હસ્તક તળાવ  ગત વર્ષ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડુ કરાયું હતું જેમાં ચોમાસામાં પાણી ભરાયુ જે આવનાર સમય માં  મવેશીયો  અને ખેતી માટે આશીર્વાદ નિવડે  એ પહેલાં જ તળાવ ને પાણી ના મશીનો મુકી ખાલી કરવામાં આવી રહયુ છે જેને લઈ ગ્રામ જનો માં રોષ જોવા મળી રહ્યો છે  સાથે સાથે ગુજરાત ની ભાજપ કલ્યાણકારી સુજલામ સુફલામ યોજના નું ધનોતપનોત નિકળતુ જોવાઇ રહયું છે અને કલ્યાણકારી યોજના પ્રજા લક્ષી સાર્થક થાય  એ પહેલાં જ યોજના નુ ધનોતપનોત નિકળી રહયુ છે ધર્મપુરી ગ્રામ પંચાયત માં  હાલ  વહીવટદાર હોવાને લઈ કોકડું ગૂંચવાઈ શકે છે જાણવા મળ્યાં  મુજબ  સરકાર ની યોજના માટે ગ્રામ સભા બોલાવવા નો નિયમ હોય છે ત્યારે ગ્રામ સભા કાગળ પર થઈ કે કેમ એ તપાસ પણ તાલુકા વિકાસ અધિકારી માટે માથાનો દુઃખાવો  સાબિત થઈ શકે છે !! આવનાર સમય માં સુજલામ સુફલામ યોજના માટે માટી ના ખનન માટે ભૂમાફિયા સજ્જ થઇ બેઠા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી   ગુજરાત સરકાર ની કલ્યાણકારી સુજલામ સુફલામ યોજના પ્રજા માટે આશીર્વાદ રુપ બને એ માટે  આકરાપાણી એ થશે ?!ડભોઈ તાલુકાના ધર્મપુરી ગ્રામ પંચાયત એ વિવાદ ના વમળ માંથી બહાર આવતી નથી એ નક્કી છે !!