કરજણ તાલુકામાં પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન...

  • 7:54 pm March 19, 2023
રિપોર્ટર :મુકેશ અઠોરા

 

કુદરત સામે જગત નો તાત બન્યો લાચાર.

કરજણ તાલુકાના બોડકા, કંબોલા, સાંપા, કરમડી, માંગરોલ, કણભા, ચોરભુજ સંહિતાના ગામડાઓમાં પવન સંહે વરસાદ ખાબકતા ખેતરોમાં પાકનું મબલક નુકસાન.

પ્રાપ્ત માહિત અનુસાર મૌસમ વિભાગની આગાહી મુજબ કરજણ તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં ભારે નુકસાન જોવા મળ્યું. જે પકોને આખુ વર્ષ મહેનત કરી કાળી મજૂરી કરી દવા ખાતર નાખી પાક ઉછેરી પાક લણવાના સમયે આવો કુદરતી કોપ આવતા જગતના તાત ને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો. કમૌસમી પવન સાથે વરસાદ વરસતા ઉભા તૈયાર પાકો જમીન દોષ થઈ જતા ખેડૂતો ના પગ નીચેથી ધરતી સરી પડી હોય. જેમાં તુવેર, કપાસ, ઘઉં, એરંડા  જેવા પાકોમાં નુકસાની જોવા મળી.એક તરફ ખેતીમાં ઓછું બીજી તરફ ભાવ ઓછા વળી કમૌસમી વરસાદમાં જગતનો તાત કુદરત ના કોપ સામે ઢળી પડ્યો.ખેડૂત જાય તો જાય ક્યાં? પછી ખેડૂત દેવાદાર જ બને. આના કારણે ગુજરાતમાં ઘણા ખેડૂતીની આત્મહત્યા ના બનાવો જોવા મળે છે તેમાં નવાઈ ની વાત નથી.આ બાબત જોતા સરકારે ખેડૂતનો વિચાર કરી વળતર ચૂકવું જોઈએ તેવી લોક ચર્ચા ચાલી રહી છે.