ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં મોટીકસાડ ગામે પશુપાલકનાં બળદ પર આકાશી વીજળી પડતા બળદનું મોત નિપજ્યુ...

  • 7:56 pm March 19, 2023
સુશીલ પવાર.ડાંગ

 

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું પડી રહ્યુ છે.ત્યારે બે દિવસ પૂર્વે ડાંગનાં ગાયગોઠણ પાસે આકાશી વીજળી પડવાનાં પગલે એક માનવ મૃત્યુ નોંધાયૂ હતુ. આજરોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં મોટીકસાડ ગામે રહેતા જવારભાઈ ગંગાભાઈ પવારનાં પાળતુ બળદ પર આકાશી વીજળી પડતા સ્થળ પર બળદ મોતને ભેટતા આ પશુપાલકને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.હાલમાં આ પશુપાલકને આર્થિક સહાય મળે તે જરૂરી બની ગયુ છે..