કોટબા-ધવલીદોડ વચ્ચેના વળાંકમાં આહવા, બીલી, આંબા બસને નડ્યો અકસ્માત..

  • 4:29 pm March 20, 2023
સુશીલ પવાર, ડાંગ

 

આ અંગે મળતી માહિતી મુજબ કોટબા-ધવલીદોડ વચ્ચેના વળાંકમાં દૂધ વાહતુંક કરતી પિક અપ વાન સાથે આહવા થઈ બીલી આંબા જતી બસ સામસામે અકસ્માત થયો હતો. દૂધ વાહક પિક અપ ચાલકની ભૂલને કારણે નડ્યો અકસ્માત થયો હોવાનું હાલ જાણવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. પિક અપ ચાલક, બસ ચાલક ડ્રાઇવર તેમજ બસમાં સવાર પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો, જેમાં 10 થી 12 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થતાં તમામને 108 મારફતે આહવા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.