સ્મીમેરમાં સિક્યુરિટી દ્વારા 104 કિલો તમાકુ-ગુટખા જપ્ત કરાયો..

  • 5:35 pm March 20, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

 

છેલ્લા ત્રણ મહિના દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી દ્વારા દર્દીના સગા સંબંધી અને સ્ટાફની તપાસ દરમિયાન 104 કિલો તમાકુ અને ગુટખાનો જથ્થો મળી આવ્યો

સ્મીમેરના સિક્યુરિટી ઓફિસર શૈલેષભાઈ પારેખે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવાના ઉદ્દેશ્ય સાથે તમાકુ અને ગુટકા જપ્ત કરવાનું અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ મહિના દરમિયાન સિક્યુરિટીના માર્શલો દ્વારા દર્દીના સગા અને એ સ્ટાફની તપાસ દરમિયાન તમાકુ, ગુટખા , બીડી, સિગારેટ સહીતનાં પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આજ દિવસ સુધીમાં જપ્ત કરવામાં આવેલો 104 કિલો તમાકુનો જથ્થો નાશ કરવા માટે સિક્યુરિટીએ તૈયારી હાથ ધરી છે. 

આ ઉપરાંત પાન-માવા ખાઈને હોસ્પિટલ કેમ્પસમાં થૂંકતા પકડાયેલા અને પાન-માવા ખાતા પકડાયેલા લોકો પાસેથી 30,000નો દંડ ઉઘરાવવામાં આવ્યો છે.