ભાયાવદરના ચકલી પ્રેમી દ્વારા પોતાના ખર્ચે 15000 જેટલા માળા લગાડી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી..

  • 6:08 pm March 20, 2023
રિપોર્ટ વિજય રાડીયા

 

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નરેન્દ્રભાઈ દ્વારા છેલ્લા 4 મહિનાથી આજુબાજુની  20 જેટલીસ્કૂલ અને આજુબાજુના 50 જેટલા ગામડામાં પોતાની જતમેહનત   ચકલીના માળા લગાડ્યા અને એકલવ્ય એકેડમી સ્કૂલ ના વિદ્યાર્થી દ્વારા ચકલી દિવસે જનજાગૃતિ માટે રેલી કાઢી

ચકલી પ્રેમી નરેન્દ્રભાઇ ફળદુ દ્વારા  વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે....દરેક માણસ પ્રકૃતિ ના ઋણ માં હોય છે એ ઋણ આપણે પંખી ની સેવા, વૃક્ષો વાવી, ઘાયલ પંખીને નજીક ના સારવાર કેન્દ્ર સુધી પોહચડી આ ઋણ ચૂકવવું જોઈએ. આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્ર ભાઈ  દરેક લોકો ને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ  એક દિવસ નહિ 365 દિવસ ઉજવશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે.