રમજાન માસનાં તહેવાર નિમિતે ભાવનગર શહેરમાં ભારે વાહન માટે પ્રવેશબંધી કરતું જાહેરનામું બહાર પડાયું..

  • 6:12 pm March 20, 2023

 

 

તા.૨૩/૦૩/૨૦૨૩ થી મુસ્લીમ સમાજનો પવિત્ર "રમઝાન માસ” શરૂ થયો છે. ભાવનગર શહેરમાં દિવાનપરા રોડ પર આવેલ રૂવાપરી પોલીસ ચોકી સામે રેડ ક્રોસથી જોગીવાડની ટાંકી સુધીમાં ત્રણ મસ્જીદો આવેલ છે તેમજ આ રોડ ઉપર બંને સાઈડમાં ખાણી - પીણીની તેમજ અન્ય ખરીદી માટેની દુકાનો આવેલ છે. આ રોડ ઉપર રમઝાન માસ દરમ્યાન સાંજની નમાઝ પુરી થાય ત્યારે તેમજ સાંજનાં સમયે ખરીદી માટે લોકોનો ખુબ જ ઘસારો રહેતો હોઈ, જેથી આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને અકસ્માત નિવારી શકાય તે માટે તા.૨૩/૦૩/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી રમઝાન માસ દરમ્યાન રેડકોસથી જોગીવાડની ટાંકી પાસે આવેલ સીદીકીયા મસ્જીદ તથા જોગીવાડની ટાંકી સીદીકીયા મસ્જીદથી રેડ ક્રોસ સુધી બંને સાઈડ તરફથી આવતા ફોર વ્હીલ તથા ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂઈએ તા.૨૩/૦૩/૨૦૨૩ સુધી દરરોજ દિવસના ક.૧૭/૦૦ થી રાત્રિનાં ક.૨૦/૦૦ દરમ્યાન રેડ ક્રોસથી જોગીવાડની ટાંકી પાસે આવેલ સીદીકીયા મસ્જીદ તથા જોગીવાડની ટાંકી સીદીકીયા મસ્જીદથી રેડ ક્રોસ સુધી બંને સાઈડ તરફથી આવતા ફોર વ્હીલ તથા ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવું છું. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલને અધિકાર રહેશે.