ભાવનગરમાં મેઘરાજાએ ટાણા વગરની કરી મહેર: કમોસમી વરસાદ થતા રોગચાળાનો ભય..

  • 6:42 pm March 20, 2023
તસ્વીર- ધવલ વાજા, ભાવનગર

 

ભાવનગરમાં વરસાદની આગાહીન પગલે વરસાદ વરસતા શહેરીજનોમાં રોગચાળાનો ભય

શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં આવેલ પાનવાડી, જશોનાથ સર્કલ તેમજ ભીડભંજન મહાદેવના મંદિર પાસે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડ્યું હતું. 

શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા સાંજના સમયે વરસાદ વરસતા શહેરીજનોમાં રોગચાળો ફટવાની સંભાવનાથી ભય ફેલાયો છે. જો કે કટાણે આવેલ વરસાદના કારણે શરદી ઉધરસ અને માંદગીને આમંત્રણ આપે છે, ત્યારે એક બાજુ વહેલી સવારે શિયાળાની ઋતુનો આભાસ થાય છે બપોરના સમયે ઉનાળાનો આભાસ કરવી સાંજે વરસાદ વરસતા ત્રણેય ઋતુ એક દિવસમાં કુદરત દેખાડતા હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. 

કમોસમી વરસાદ જ્યારે આવે છે ત્યારે રોગચાળાનો ભય સતાવતો હોય છે. ત્યારે આ સમયે અનેક કુદરતી આયુર્વેદિક ઉકાળા સાથે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બનતી હોય છે. આવા સમયે ડૉક્ટર અને ઘરના વડીલોની સલાહ લેવી જરૂરી બનતી હોય છે.