મેમદાવાદ ગામે રાધનપુર બ્રાન્ચ કેનાલ લિકેજ થતાં રીપેરીંગ કરી નવું બાંધકામ કરવા લેખીત રજુઆત કરાઇ..

  • 6:49 pm March 20, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

કાર્યપાલક ઈજનેર નર્મદા નિગમ કચેરી રાધનપુર, પ્રાંત કલેક્ટર કચેરી તેમજ રાધનપુર મત વિસ્તારનાં ધારાસભ્યને લેખીત રજૂઆત

પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાનાં મેમદાવાદ ગામે રાધનપુર બ્રાન્ચ કેનાલ આર.બી.સી. લિકેજ થતાં રીપેરીંગ કરી નવું બાંધકામ કરવા નર્મદા નિગમ કચેરી રાધનપુર,પ્રાંત કલેક્ટર કચેરી અને રાધનપુર મત વિસ્તાર નાં ધારાસભ્ય ને ખેડૂતો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાધનપુર તાલુકા ના નવાભીલોટ,જાવંત્રી ગામનાં ખેતી ધરાવતા ખેડૂતો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી.મહેમદાવાદ ગામનાં ખેતરો માંથી નર્મદા નિગમ ની રાધનપુર બ્રાન્ચ કેનાલ (આર.બી.સી.) નિકળે છે. જે નર્મદા નિગમની મેઈન રાધનપુર બ્રાન્ચ કેનાલ બનતી વખતે અરજદાર ખેડૂતોની જમીન સંપાદન થયેલ છે. જે જમીન સંપાદન માં ખેડૂતોની જમીન કપાઈ ગયેલ છે. જેથી ખેડૂતો નાં જમીન નાં બે ભાગ થઈ ગયેલ છે.જે જમીન જણાવેલ ગામના ખેડૂતો ની જમીન મેમદાવાદ ગામની સીમમાં આવેલ જમીન માંથી પસાર થાય છે.

જે કેનાલ દહીંસર-મેમદાવાદ ના નાળા થી ભીલોટ-જાવંત્રી રોડ સુધીની કેનાલ ખુબજ જર્જરિત હાલતમાં છે.અને આ કેનાલ બહુજ લીક થાય છે. જે જમીનમાં થી આ નર્મદા નિગમની રાધનપુર બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તે કેનાલ બન્યાને આશરે ૨૫ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે. આ કેનાલ વર્ષો જુની હોવાથી લિકેજ (ડેમેજ) થયેલ છે. જેના લીધે ખેડૂતોની જમીનમાં બારેમાસ પાણી ભરાયેલું રહે છે. જે પાણી ભરાવાથી ખેડૂતો ની જમીનમાં કોઈપણ જાતનો પાક થતો નથી.અને ખેડૂતો ને તમામ સીઝનો ફેલ થઈ જાય છે. કેનાલ લીકેજના કારણે પાણી ભરાવાના લીધે ખેડૂતો ની જમીનમાં ખાર આવી ગયેલ છે જેનાથી કોઈપણ જાતની ખેતી થઈ શકે તેમ નથી. અને તેના લીધે ખેડૂતો ને ખૂબ જ મોટું આર્થિક નુકશાન વેઠવું પડે છે.

મેમદાવાદ ગામે થી નિકળતી રાધનપુર બ્રાન્ચ કેનાલ (આર.બી.સી.) તે વર્ષો જુની હોવાથી લિકેજ થાય છે.  જાવંત્રી અને નવા ભીલોટ ગામના ખેડૂતો જે મેમદાવાદ ગામની સીમમાં ખેતીની જમીન ધરાવે છે. તેવા ખેડૂતોની માંગણી છે કે જ્યાં સુધીં આ કેનાલનું રીપેરીંગ ના થાય ત્યાં સુધી આ કેનાલમાં પાણી છોડવું નહિ. અને વધુમાં ખેડૂતો ની માંગણી છે કે આ લીકેજ થતી કેનાલને રીપેરીંગ કરી નવું બાંધકામ કરી ખેડૂતોને થતું નુક્શાન અટકાવવા માં આવે તેવી ખેડૂતો ની માંગણી ઉઠવા પાણી છે.

આ રાધનપુર બ્રાન્ચ કેનાલ (આર.બી.સી.) નર્મદા નિગમ દ્વારા રીપેરીંગ થાય અને લિકેજ થતું પાણી અટકી જાય તો  ખેડૂતોને આર્થિક નુકશાન થતું અટકે તેમ છે. જે બાબતે હાલતો   જાવંત્રી અને નવા ભીલોટ ગામના ખેડૂતોદ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે, જોવાનું રહ્યું આગળ ખેડૂતો ને સુ એજ પરિસ્થિત નો સામનો કરવાનો રહેશે કે પછી યોગ્ય નિર્ણય કરી ખેડૂતો ને મદદગાર બનશે તે જોવું રહ્યું.હાલતો ખેડૂતો ની માંગ છે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતો ને થતાં આર્થિક નુકશાન નો ભોગ નાં બનવું પડે તે અનુસંધાને નર્મદા નિગમ કચેરી તેમજ પ્રાંત કચેરી અને ધારાસભ્ય ને લેખીત અરજી કરી રજૂઆત કરવામાં આવી છે.