સમી ખાતે ધોરણ 10ની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને વોમિટીંગ શરૂ થઈ જતાં 108ને ફોન કરાયો..

  • 8:58 pm March 20, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાનાં સમી હાઇવે ખાતે આવેલ જય ભારત હાઈસ્કૂલ સમી ખાતે ધોરણ 10 વિજ્ઞાન વિષયની પરીક્ષા દરમિયાન અચાનક એક વિદ્યાર્થીને સખ્ત પેટમાં દુખાવો તેમજ વોમિટીંગ શરૂ થઈ જતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સક્ષમનાં જણાઈ આવતા. જે દરમિયાન કેન્દ્ર સંચાલકની ફરજનાં ભાગરૂપે આ બાબત ધ્યાને આવતા તે વિદ્યાર્થીની સારવાર માટે 108 ને ફોન કરવામાં આવ્યો હતો. જે 108 સમીની ટીમ માત્ર બે મિનિટમાં શાળામાં તાત્કાલિક આવી પહોંચી હતી. તેમજ તે જય ભારત હાઇસ્કુલનાં વિદ્યાર્થીને શાળામાં જ સારવાર આપી હતી. તેમજ તે વિધાર્થીને પરીક્ષા માટે સક્ષમ અને તંદુરસ્ત બનાવી દેતા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકનું ભવિષ્ય સુધારવા બદલ શાળા પરિવાર તરફથી સમી 108 ટીમ તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.