મોટર સાયકલ ચોરને ઝડપી લઈ ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વાહન ચોરીનાં બે ગુન્હાનો ભેદ ઉકેલ્યો..

  • 5:49 pm March 21, 2023

 

 

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પી.આર.સરવૈયા પોલીસ સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને કુલદિપ ધનજીભાઇ બોરીચા રહે. રામાપીરનાં મંદિર સામે,વણકરવાસ, નેસડા તા.શિહોર જી.ભાવનગરવાળાએ તેનાં રહેણાંક મકાને ફળીયામાં બે હોન્ડા શાઇન સાયકલ રાખેલ. જે બંને મોટર સાયકલ તે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા હોય. જેથી તેનાં રહેણાંક મકાને આવતાં ફળીયામાંથી મોટર સાયકલ મળી આવેલ. જે બંને મોટર સાયકલ અંગે તેની પાસે કોઇ આધાર પરમીટ નહિ હોવાથી શંકાસ્પદ મિલ્કત ગણી તપાસ અર્થ કબ્જે કરવામાં આવેલ. આ બંને મોટર સાયકલ પૈકી નંબર પ્લેટ વગરનું હોન્ડા શાઇન મોટર સાયકલ બે મહિના પહેલાં ક્રેસન્ટ સર્કલ તથા હોન્ડા શાઇન મોટર સાયકલ રજી.નંબર- GJ-04-BQ 0189 બોરતળાવ, બાલવાટીકા પાસેથી ચોરી કરીને ઘરે રાખીને વારાફરતી વાપરતો હોવાનું જણાવેલ. આ અંગે આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-

કુલદિપ ધનજીભાઇ બોરીચા ઉ.વ.૨૨ રહે.રામાપીરનાં મંદિર સામે,વણકરવાસ,નેસડા તા.શિહોર જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. કાળા કલરનું લાલ-સીલ્વર પટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન રજી.નંબર- GJ-04-BQ 0189 મોટર સાયકલ  કિ.રૂ.૪૦,૦૦૦/-   

2. કાળા કલરનું લાલ-સીલ્વર પટ્ટાવાળું હોન્ડા કંપનીનું  શાઇન રજી.નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/-  મળી કુલ રુ.૮૦,૦૦૦/- નો મુદ્દામાલ