રાધનપુરના ભાભર ત્રણ રસ્તા નજીક ટ્રેલરમાં બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો..

  • 6:26 pm March 21, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે થી અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર ભાભર ત્રણ રસ્તા નજીક ટ્રેલરમાં બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત મા 2 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

રાધનપુર ખાતે બનેલ ઘટના મા ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બે લોકો ઘાયલ થતાં અકસ્માત બાદ ઘાયલ બંને વ્યક્તિઓ ને સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા. તો વધુ સારવારની જરૂર પડતા ઘાયલ વ્યક્તિઓ ને મહેસાણા સારવાર અર્થે  હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.