પાટણ જિલ્લામાં ચણા-રાયડા પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરાયા..

  • 6:35 pm March 21, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

રાજ્યના ખેડૂતોને રવિ ખરીફ સીઝનના પાકમાં યોગ્ય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવો વિવિધ જણસોના જાહેર કર્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં ચણા અને રાયડા પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.પોતાનાં માલ નું યોગ્ય ભાવ મળી શકે તે માટે જિલ્લાના નવ તાલુકામાંથી પી એસ એસ  17 સેન્ટર ખોલવામાં આવ્યા છે.જેમાં પાટણ જિલ્લામાં વઢીયાર પંથક ચણાના  ઉત્પાદન  માટે અગ્રેસર છે. એટલે અહીં મબલખ પ્રમાણમાં વાવેતર થયું છે અને સમી  શંખેશ્વર વિસ્તારમાં સૌથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક આંકડા મુજબ 11,475 ખેડૂતોના ચણાના રજિસ્ટ્રેશન થયા છે જ્યારે રાયડામાં 766 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચણામાં ટેકાના ભાવ 1066 છે જ્યારે રાયડામાં 1090 નક્કી કરવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં રાયડામાં  ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તાલુકા પ્રમાણે જોઈએ તો હારીજ તાલુકામાં 78 ખેડૂતો, ચાણસ્મા 91 ,રાધનપુર 342 ,સમી 74 ,સાંતલપુર 104 ,શંખેશ્વર 14, પાટણ 48 ,અને સિદ્ધપુરમાં માત્ર પાંચ ખેડૂતોએ રાયડા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

 જ્યારે ચણાના રજીસ્ટ્રેશન માં જે 11,475 ખેડૂતો નોંધાયો છે તેમાં હારીજ તાલુકામાં 298 ખેડૂતો રાધનપુરમાં 1,502 ખેડૂત ,સમી 5444 ,સાંતલપુર 53 ,અને શંખેશ્વરમાં 4178 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે.