જુગારનો ગણનાપાત્ર કેસ શોધી રાધનપુર પોલીસની ટીમે 8 ઈસમોની ધરપકડ કરી..

  • 7:39 pm March 21, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતેથી જુગારનો ગણના પાત્ર કેશ રાધનપુર પોલીસએ શોધી કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે રાધનપુર પોલીસ સ્ટેશનના બંધવડ (ગોકુલપુરા) ગામમાં ઠાકોર શંકરભાઇ સવદાનભાઇ નાઓના ખેતરમાં પોતાના અંગત ફાયદા સારૂ તીનપતીનો હારજીતનો પૈસા પાનાથી જુગાર રમી રમાડતા ની બાતમી મળતા રેઇડ દરમિયાન પોલીસ એ કુલ -૮ ઇસમોને ને ઝડપી પાડયા હતા.

મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક સા વિશાખા ડબરાલ સાહેબનાઓના તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી નાઓની પ્રોહી જુગારની સફળ રેઇડો કરી કેશો શોધી કાઢવા અંગેના આપેલ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર પી.કે.પટેલ નાં સુચના નાં આધારે  પોલીસ સબ ઇન્સપેક્ટર રાધનપુર નાઓ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે  દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ના બંધવડ (ગોકુલપુરા) ગામમાં ઠાકોર શંકરભાઇ સવદાનભાઇ નાઓના ખેતરમાં પોતાના અંગત ફાયદા સારૂ તીનપતીનો હારજીતનો પૈસા પાનાથી જુગાર રમી રમાડતા કુલ -૮ ઇસમોને જુગારના કુલ રોકડ રકમ રૂપિયા ૧૬,૨૪૦/-તથા મોબાઈલ ફોન નંગ-૭ કિ રૂ ૨૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ-૩૭૭૪૦/-ના મુદામાલ સાથે જુગારીઓ ને  જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રેઇડ દરમ્યાન પકડાઈ પકડાયેલ જુગારીયાઓ :

(૧) ઠાકોર શંકરભાઇ સવદાનભાઇ દેવજીભાઇ

(૨) ઠાકોર પ્રતાપભાઇ ભુપતભાઇ વિહાભાઇ

(૩)ઠાકોર મહેશભાઇ ઠાકરભાઇ ભુપતભાઇ

(૪) મકવાણા હમીરભાઇ આલાભાઇ રામાભાઇ

(૫) ઠાકોર ગુલાબભાઇ મફાભાઇ નવાભાઇ

(૬) ઠાકોર બબાભાઇ રામાભાઇ મોહનભાઇ

(૭) ઠાકોર ગણાભાઇ રણછોડભાઇ ધુડાભાઇ

(૮) ચૌધરી નરસિંહભાઇ કમાભાઇ

આમ,રેઇડ દરમિયાન ટોટલ 8 ઈસમો ને ઝડપી પાડવામા સફળતા મળી હતી.તેમજ મુદ્દામાલ ની વિગત: રોકડ રકમ રૂપિયા 16,240 તથા મોબાઈલ ફોન નંગ-૭ કિ.રૂ-૨૧,૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ-૩૭૭૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.