જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટે.ના અલગ અલગ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ..

  • 8:08 pm March 21, 2023
સુરેશ ભાલીયા જેતપુર

 

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ અલગ અલગ ટીમો બનાવી આવા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા વાસુદેવસિંહ જાડેજા તથા પો. કોન્સ. કૌશીકભાઇ જોષી તથા મહેશભાઇ સારીખડા નાઓને સંયુક્તમાં મળેલ હકીકત આધારે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટે.ના અલગ અલગ કુલ ૬ ગુન્હાના કામે છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને જેતપુર શહેરના અમરનગર રોડ પરથી પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.