અમરેલી નગરપાલિકાનું પુરાંત રૂપિયા ૫.૭૫ લાખ દર્શાવતું બજેટ રજૂ થયું..

  • 8:11 pm March 21, 2023
રિપોર્ટર- મૌલિક દોશી

 

અમરેલી નગરપાલિકાની બજેટ અંગેની મિટીંગ  સવારના ૧૧:૦૦ કલાકે અમરેલી નગરપાલિકા કચેરીમાં યોજવામાં આવેલ હતી . જેમાં અમરેલી નગરપાલિકાનાં ચુંટાયેલા ૪૪ સભ્યઓ પૈકી ૩૭ સભ્યઓ મિટીંગમાં હાજર રહેલ હતા . સંસ્થાનું વર્ષ : ૨૦૨૩–૨૪ બજેટ પ્રમુખ  મનીષાબેન રામાણી ના દ્વારા સભા સમક્ષ રજુ કરવામાં આવેલ હતું . જેમાં બજેટમાં કુલ અંદાજીત આવક રૂા . ૯૦.૬૬ કરોડની સામે ૯૦,૬૫ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવેલ હતો . જેમાં પુરાંત રૂપિયા ૫.૭૫ લાખ દર્શાવવામાં આવેલ હતી .બજેટની મુખ્ય જોગવાઈમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અલગ – અલગ વોર્ડ વિસ્તારમાં ભુગર્ભ ગટરનાં કામ પૂર્ણ થયેલ તેવા રસ્તાઓનાં નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે . તેમજ ૧૫ માં નાણાપંચ નાં ફાળવામાં આવનાર રકમમાંથી શહેરના પાણી પુરવઠાને લગત કામો રોડ સ્વીપર મશીન ની ખરીદી તેમજ ફુટપાથ , સાયકલ ટ્રેક , રસ્તા બ્યુટીફિકેશનનાં કામો હાથ ધરવામાં આવનાર છે . તેમજ સ્વર્ણિમ જયંતી યોજના અન્વયે નગરપાલિકાને ઓ.જી. વિસ્તારમાં ફાળવવામાં આવેલ સ્ટ્રીટલાઈટ માટેની અંદાજીત રકમ રૂા . ૧.૫ કરોડનાં કામો હાથ ધરવામાં આવનાર છે .