ચાંદોદ ગ્રામ પંચાયતની જર્જરિત મિલકત પડવા ગ્રામજનોની માંગ..

  • 8:39 pm March 21, 2023
ચેતન પટેલ, ડભોઇ

 

ડભોઈ તાલુકાને કોઈની નજર લાગી હોય એમ વિવાદનો અંત નથી આવતો. ફરતિકુઈ કે પછી થુવાવી ગ્રામ પંચાયત ના તથાકથિત ભ્રષ્ટાચાર કે પછી ધરમપુરી ના સુજલામ સુફલામ યોજના ના ભ્રષ્ટાચાર માં તાલુકા વિકાસ અધિકારી  નકકર કાર્યવાહી ન કરાતા ચર્ચા ના એરણે છે ડભોઈ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયત ની જુની કચેરી હાલ જર્જરિત થઇ ગઈ છે  અને ગમે ત્યારે પડે એવી સંભાવના ઓ છે ત્યારે જાન હાની થાય તો જવાબદાર કોણ ?! ડભોઇ તાલુકા માં કોન્ટ્રાક્ટરાજ ની બોલબાલા જોવા મળે છે કહે છે કે ચાંદોદ ગ્રામ પંચાયત ની જુની જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવા તાલુકા વિકાસ અધિકારી  ને ગ્રામ પંચાયત ધ્વારા જુની બિલ્ડિંગ ઉતારી લેવા મંજૂરી માંગતા ઉતારી લેવા મૌખિક જણાવતા ગ્રામ પંચાયત નારાજગી વ્યક્ત કરી છે જાણવા મળ્યાં મુજબ જુની બિલ્ડીંગ ઉતારી લેવા જાહેર હરાજી રાખવી પડે જો હરાજી કે જાહેરાત વગર ઉતારવા માં આવે તો જાનહાનિ કે નુકશાન થાય એની જવાબદારી કોની ? ડભોઈ તાલુકા વિકાસ અધિકારી પારસ પટેલ ચાંદોદ ગ્રામ પંચાયત ની જુની જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવા યોગ્ય કાર્યવાહી કરે કેમ કે પવિત્ર ચૈત્ર માસ ની શરૂઆત થઇ રહી છે ત્યારે પૂજા વિધિ માટે લાખો ની સંખ્યામાં ચાંદોદ નર્મદા કિનારે  વિધિ માટે આવશે જેથી કોઈ અધટીતધટના બને એ પહેલા બિલ્ડીંગ ઉતરી જાય એ ઈચ્છનીય છે.