ભરૂચ જિલ્લા દેત્રાલ ગ્રામ પંચાયતની હદમાં ભાજપ તાલુકા મહામંત્રીએ મંદિરના ટ્રસ્ટમાં પોતાના નામો ચઢાવી દેતા વિવાદમાં મોટો હુકમ..

  • 8:56 pm March 21, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

૨૭ વર્ષ મહંત ગજાનંદ અને તેમની પત્નીએ ગ્રામ પંચાયતમાં સત્તાનું ઉપયોગ કરી ટ્રસ્ટીઓની જગ્યાએ પોતાના નામે ચડાવી દેવાનો હતો મામલ..

ચેરીટી કમિશનર મામલતદાર સહિતના અધિકારીઓના હુકમ બાદ ટ્રસ્ટનું નામ ચઢાવવામાં આવતા પત્રકાર પરિષદ યોજાઈ

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે ગ્રામ પંચાયતમાં રામજી મંદિરના મહંતે સરપંચ બની સત્તાનો દુરુપયોગ કરી 27 વર્ષમાં મંદિરના ટ્રસ્ટીઓની જગ્યાએ પોતાના નામો ચડાવી કબજો જમાવવાનો મુદ્દો અનેક વિભાગમાં પહોંચ્યો હતો અને અંતે ચેરિટી કમિશનર મામલતદાર સહિતના અધિકારીઓના હુકમ બાદ ગ્રામ પંચાયતમાં રામજી મંદિર ટ્રસ્ટનું નામ ચડતા લડત લડી રહેલા સંગઠનો એ પત્રકાર પરિષદ થકી માહિતી પૂરી પાડી હતી

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રહી ગામમાં રહેલા મંદિર તથા ધર્મશાળાની સહિત વિવિધ જમીનો ઉપર ટ્રસ્ટના નામ દૂર કરી પોતાના નામ ચઢવવાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને સમગ્ર વિભાગમાં ફરિયાદો આપવામાં આવી હતી પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી હતી સાથે જ ગેરકાયદેસર કબજો જમાવવા મુદ્દે ભરૂચ કલેકટર કચેરીમાં લેન્ડ લેબિંગ પણ દાખલ કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજો ઉભા કરી 27 વર્ષમાં ગામના ટ્રસ્ટોની જમીન પોતાના નામે કરી કૌભાંડ આચર્યું હોવાનો મુદ્દા ને લઈ ચેરીટી કમિશનરે પણ મહત્વનો હુકમ કર્યો છે જેમાં જુના જે ટ્રસ્ટનું નામ હતું તે જ ટ્રસ્ટનું નામ કરવા તથા મામલતદાર એ પણ મહત્વનો હુકમ કર્યો છે અને ખોટા દસ્તાવેજો ઉભા કરી ટ્રસ્ટની જગ્યાએ પોતાના નામો ચડાવવાના મુદ્દે ભરૂચ ના કલેક્ટર કચેરીમાં પણ લેન્ડ ગ્લેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના પગલે હાલ તો ચેરિટી કમિશનરના મહત્વના હુકમ અને મામલતદારના હુકમથી બે ત્રણ ગ્રામ પંચાયતમાં મહંત ગજાનંદે જે પોતાના નામો ચડાવ્યા છે તેની સામે તમામ જૂના ટ્રસ્ટ ના નામ ચડાવવા માટેના હુકમ થતા દેત્રાલ ગ્રામ પંચાયતમાં ટ્રસ્ટનું નામ ચડતા જ લડત આપી રહેલા લોકોએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને આ બાબતે ભરૂચ નામદાર કોર્ટમાં પણ ફોજદારી દ્વારા કલમ 420 હેઠળ 156 (3) મુજબની ફરિયાદ કરી છે જેમાં ગેરકાયદેસર દસ્તાવેજો ઉભા કરવા મુદ્દે પોલીસ ગુનો કેમ દાખલ ન કરી શકે સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અગાઉ હુકમ થયા બાદ પણ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના પણ આક્ષેપ ફરિયાદમાં કરાયા છે

27 વર્ષથી મહંત ગજાનંદ અને તેમની પત્ની સરપંચ પદ ઉપર રહી ચૂક્યા છે અને તે દરમિયાન તેઓએ ટ્રસ્ટની મિલકતો માં પોતાના નામ ચડાવ્યા હોવાના પ્રકરણમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો લડત આપી રહ્યા હતા અને આ લડત રંગ લાવી હોય તેમ આખરે ટ્રસ્ટનું નામ ચડાવવામાં આવ્યું છે પરંતુ ટ્રસ્ટનું નામ દૂર કરી પોતાના નામ ચઢાવનારાઓ સામે હજુ સુધી પોલીસે ફરિયાદ દાખલ ન કરતા સમગ્ર મામલો ભરૂચ નામદાર કોર્ટમાં પહોંચ્યો છે અને આવનાર મહિનામાં સુનાવણી હોવાની પણ માહિતી સાંપડી રહી છે

મંદિર દૂર કરી પોતાનું મકાન ઉભું કરી દીધું હતું :- સેજલ દેસાઈ

ટ્રસ્ટ સંચાલિત મિલકતોને પોતાના નામે ચડાવ્યા તો ખરા પરંતુ જ્યાં રામજીનું મંદિર હતું તે જગ્યા ઉપર મહંત ગજાનંદે પોતાનું પાકું મકાન બનાવી દીધું હતું અને મંદિરને દૂર કર્યું હોવાના આક્ષેપ પણ થયા છે પરંતુ ભગવાનની મિલકતો ઉપર ગેરકાયદેસર કબજો જમાવો તે હિન્દુ સંગઠનો ચલવી નહીં લે એટલે આ આ બાબતે ન્યાયિક કાર્યવાહી કરવી પડી હતી અને આજે ટ્રસ્ટના નામ ચડી ગયા છે પરંતુ જેણે કાવતરું રચ્યું છે તેમની સામે ફોજદારી જાહેર કાર્યવાહી થાય તેવા પ્રયાસો પણ અમે કરી રહ્યા છે તેમ હિન્દુ સંગઠનના સેજલ દેસાઈ જણાવ્યું હતું.