વીરપુરમાં PGVCL ની ઘોર બેદરકારી સામે આવી: પડી ગયેલા વિજપોલ હજુ સુધી કાર્યરત થયા નથી

  • 10:12 pm June 3, 2023
સુરેશ ભાલીયા | જેતપુર

 

રાજકોટ,

ખેડૂતોના હિતની વાત કરતી સરકાર ખેડૂતોને સમયસર વીજ પુરવઠો આપે તો ખેડૂતોના હિત છે

ચોમાસા પહેલા મોનસૂન કામગીરી કરવાની જગ્યા એ વવાજોડા અને કમોસમી વરસાદથી ખોરવાયેલ વીજ કામગીરી શરૂ નહીં કરતા ખેડૂતોના ઓરવણ વાવેતર ને નુકસાનની ભય છે ત્યારે ખેડૂતોમાં ઓન રોષ જોવા મળી રહ્યો છે

રાજકોટમાં થોડા દિવસ પહેલા વવાજોડા સાથે કામોસમી વરસાદ વરસ્યો હતો, ભારે પવનને લઈને યાત્રાધામ વીરપુરના ઘણા વિસ્તારોમાં ખેતર વિસ્તારમાં PGVCLના વીજ પોલો ધરસાઈ થયા છે જેમાં આહાબા વિસ્તારમાં  વિજપોલ ભારે પવન ને લઈને ધરસાઇ થયા છે અને વીજ વાયરો તૂટી ગયા છે...આ વિસ્તાર માંથી પસાર થતી આ વીજ લાઇન દ્વારા અનેક ખેડૂતોને પિયત માટે વીજ પુરવઠો મળી રહે છે..પરંતુ વીજ પોલ અને વાયરો તૂટી જતા આ વીજ પુરવઠો છેલ્લા 6 થી 7 દિવસ થયા બંધ છે અને જેની અસર ખેડૂતોને સિંચાઇ ઉપર પડી રહી છે...ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝન માટે ખેતરમાં  પાકોનું ઓરવણ વાવેતર થઈ ગયુ છે આગોતરું વેવતર કર્યું છે ખેડૂતોના કુવા બોરમાં પાણી પણ છે પરંતુ વીજળી ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે..પરંતુ આ વિસ્તાર માં વીજ પોલ અને વીજ વાયરો તૂટી જતા વીજ પુરવઠો જ નથી તો પિયત કેવી રીતે થાય પિયત નહિ થતા તેની અસર સીધી પાક ઉપર જતા પાક નિષફલ જવાની શક્યતા છે..સાથે જ ખેડૂતોને પશુ માટે પાણી ઘરે થી બળદ ગાંડા માં લઈને આવું પડે છે અને વીજળી ન હોવાથી ઘાસ ચારો સુકાય રહ્યો છે,

વીરપુરમાં આહાબા વિસ્તારમાં તૂટેલ વીજ પોલ તૂટેલ વીજ વાયર અને તેના હિસાબે 6 થી 7 દિવસ થયા બંધ વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે ખેડૂતો અને આગેવાનો દ્વારા PGVCL ના અધિકારીઓ ને તમામ જાતની રજુઆત કરી  છે પરંતુ આ અધિકારીઓના કાને ખેડૂતો ની રજુઆત સંભળાતી નથી,