મહિસાગરના ખેડૂતો પર આફતનો વરસાદથી મગફળી, મગ ઘાસ ચારો અને બાજરીના પાકને મોટું નુકસાન

  • 6:09 pm June 4, 2023
રિપોર્ટર વિજય ડામોર મહિસાગર

 

 

મહિસાગર જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે મગફળી, અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહિસાગર જિલ્લાના કડાણા, ખાનપુર, સંતરામપુર લુણાવાડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોના ઉનાળાના પાકને કાપણીનિ શરૂઆત થતાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો. પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો હતો. ન માત્ર મગફળી  બાજરી મગ, સહિતના ગાસચારો તેમજ પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને પસુ આધારે જીવન જવિ રહ્યા હોય તેવા ખેડૂતોને પુસુ માટે ઘાસચારો પલળી ગયો છે ખેડૂતોને વરસાદના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે 

મહિસાગર ગ્રામ્ય વિસ્તારોના તમામ વિસ્તારોના ખેડુતોને હાલ રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે.  સતત વરસાદ ખાબકી રહ્યો છે અલગ અલગ દિવસો એ અલગ અલગ વિસ્તારો મા વરસાદ અને વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેને કારણે ખેડૂતો ના પાક નું મોટું નુક્સાન થયું છે