પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનું ભારે ઘોડાપુર : એક લાખ કરતા વધારે દર્શનાર્થીઓ પહોંચ્યા

  • 9:58 pm June 4, 2023

 

પાવાગઢ,

રવિવાર હોવા સાથે જેઠ માસની પૂર્ણિમાં હોવાને લઈ ભક્તોની ભીડ પાવાગઢમાં મોટી સંખ્યામાં ઉમટી હતી

પાવાગઢમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતું. વહેલી સવારથી જ ભક્તોની ભીડ પાવાગઢમાં ઉમટવી શરુ થઈ હતી. વહેલી સવારથી પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં વાતાવરણ વરસાદી અને ભારે પવન ભર્યો હવા વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રવિવાર હોવા સાથે જેઠ માસની પૂર્ણિમાં હોવાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. પાવાગઢમાં દર્શન કરવા માટે લગભગ એક લાખ જેટલા ભક્તો બપોર સુધીમાં ઉમટી પડ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જાવા મળ્યુ હતુ. આમ છતાં પણ ભક્તો પણ શ્રદ્ધા પુર્વક દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો પાવાગઢના માર્ગ પર મોટી સંખ્યામાં જાવા મળી રહ્યા હતા. પાવાગઢ મંદિર પરીસરમાં ભરચક ભીડનો માહોલ રવિવારે દિવસભર જાવા મળ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો માના દર્શન કરવા માટે મંદીર તરફ આગળ વધ્યા હતા અને પગથીયાઓ પર પગ ના મુકી શકાય એટલી ભીડ જામી હતી.