ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર ત્રીપલ વાહન અકસ્માતમાં કારનું કચુંબર વળ્યું..

  • 11:01 pm June 4, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

 

ભરૂચ,

અંકલેશ્વરથી વડોદરા જેઈઈની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાઓની સેન્ટ્રો કારને નડીયો અકસ્માત..

એસટી બસ અને તુફાન ગાડી વચ્ચે સેન્ટ્રો કારનું પડીકું વળ્યું.. કારમાં ફસાયેલા ૪ લોકોનું રેસ્ક્યુ કરાયું.. સામાન્ય ઇજા..

ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમાંય ભરૂચ અંકલેશ્વરને જોરદાર નર્મદા મૈયા બ્રિજ ઉપર ત્રીપલ વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં સરકારી એસટી બસ અને તુફાન ફોરવીલ ગાડી વચ્ચે સેન્ટ્રો કાર નું કચુંબર થયું હતું અને કારમાં સવાર ૪ લોકોને કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી ખસેડવામાં આવ્યા હતા

ભરૂચ જિલ્લામાં સવારના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વચ્ચે ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડા ઉપર તુફાન ફોરવીલ ગાડી પસાર થતી હતી અને તેની પાછળ સેન્ટ્રો કાર હતી અને તેની પાછળ સરકારી એસટી લક્ઝરી બસ હતી તે દરમિયાન એસટી બસના સંચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી એસટી બસ ફૂડ ઝડપે હંકારી મુકતા આગળ ચાલતી સેન્ટ્રો કાર સાથે તેની આગળ ચાલતી તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી સરકારી બસ અને તોફાન ફોરવીલ ગાડી વચ્ચે સેન્ટ્રો કારનું કચુંબર થયું હતું અને અકસ્માતના પગલે વાહન ચાલકો અને આજુબાજુના લોકો તાબડતોબ દોડી આવ્યા હતા

ત્રીપલ વાહન અકસ્માતમાં આગળ ચાલતી તુફાન ગાડીના ચાલકે પણ નો કાબુ ગુમાવી બ્રિજ ડિવાઇડર ઉપર સ્ટ્રીટ લાઈટ સાથે અથાડી દેતા મોટો અકસ્માત ટાળ્યો હતો જ્યારે તેની પાછળ રહેલી સેન્ટ્રો કાર કે જેનું કચુંબર થયું હતું તે કારમાં ૨ પુરુષ અને ૨ મહિલાઓ સવાર હતી કાળનું કચુંબર થઈ જતા કારમાંથી ૪ લોકોને બહાર કાઢવા મુશ્કેલ બની ગયા હતા પરંતુ આજુબાજુના લોકોએ દોડી આવી કચુંબર બનેલી કારમાંથી ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવા માટે એક્ષો બ્લેડ પટ્ટીથી કચુંબર બનેલી કાળના દરવાજા સહિત બોડીને કટીંગ કરીને અંદર ફસાયેલા ૪ લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા અને કલાકોની જહેમત બાદ કચુંબર બનેલી સેનટ્રો કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત કરી હતી

કચુંબર બનેલી સેન્ટ્રો કારમાંથી બહાર કાઢવામાં આવેલા ઇજાગ્રસ્તોની પૂછપરછ કરતા ચારે એટલે કે બે મહિલા અને બે પુરુષ અંકલેશ્વરથી વડોદરા ખાતે જેઈઈની પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની માહિતી પૂરી પાડી હતી જો કે ચારેયને સામાન્ય ઇજા થવા પામી હતી પરંતુ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આડેધડ દોડતી સરકારી એસટી બસના કારણે વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

વરસતા વરસાદ વચ્ચે સર્જાયેલા અકસ્માતથી વાહન ચાલકોએ પણ ઈજાગ્રસ્તો ને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા જેના પગલે ભરૂચ અંકલેશ્વર વચ્ચેના વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સતત ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી અકસ્માતના પગલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો પરંતુ સરકારી એસટી બસના કારણે અકસ્માતો સર્જાતા હોવાની બૂમો ઊઠી હતી ત્યારે બે દિવસ અગાઉ જ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સરકારી એસટી બસોને પસાર કરવાની મંજૂરી મળી હોય પરંતુ એસટી બસના ચાલકો પણ આડેધડ પોતાની એસટી બસ હંકારી રહ્યા હોય જેના કારણે અકસ્માતો સર્જાતા હોવાના પણ આક્ષેપો થયા છે.